HomeNewsટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસિંગ નબળું પડી રહ્યું છે, ડિજીટલ પ્રિન્ટીંગ આગળ વધી રહ્યું...

ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસિંગ નબળું પડી રહ્યું છે, ડિજીટલ પ્રિન્ટીંગ આગળ વધી રહ્યું છે


Updated: Dec 27th, 2022

-વિવિંગ
સેકટરમાં રૃા.
40 હજાર કરોડનું રોકાણ આવશે, ભારતમાં 4.35 લાખ હાઇસ્પીડ વિવિંગ મશીનની જરુરીયાત ઉભી થશે

સુરત

ઇન્ડસ્ટ્રી
માટે પડકાર એ છે કે જોબવર્ક કરનારા હવે ડિજીટલ પ્રિન્ટીંગ મશીન નાંખી રહ્યાં છે. તેમની
સામે મુશ્કેલી એ છે કે તેઓને ડાયરેકટ માર્કેટીંગમાં જવું પડશે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં
પ્રોસેસિંગ નબળું પડી રહ્યું છે
,
ત્યારે ડિજીટલ પ્રિન્ટીંગ આગળ વધી રહ્યું છે.

ડિજીટલ
પ્રિન્ટીંગે હવે પ્રોસેસિંગમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે. સારું ક્રિએશન છે
, ત્યાં ડિજીટલ
પ્રિન્ટીંગવાળાને ડિઝાઇનીંગ કોસ્ટ આવતી નથી. સાઉથની સાડી
, કોલકાતાની
સાડી અને દુપટ્ટા વિગેરેમાં માસ્ટરી મેળવી લેવાશે તો મુશ્કેલી નહીં આવશે
, એમ ડિજીટલ પ્રિન્ટીંગ ચેઇન્જીંગ ધ સિનારિયો વિષે પરિમલ વખારીયાએ જણાવ્યું
હતું.

See also  ભટારના આકાશદર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું હતું: રાજસ્થાની પરિણીતાએ દહેજ લાલચુ અને શંકાશીલ પતિના ત્રાસથી આપઘાત કર્યો હતો

ડિજીટલ
પ્રિન્ટીંગ ટેકનોલોજીમાં સ્કીલ જરૃરી નથી. માત્ર ડિઝાઇનીંગ તથા ક્રિએટીવિટીની જરૃર
પડે છે.આ બંને વ્યવસ્થિત હોય એટલે એક બટન દબાવવાથી ડિજીટલ પ્રિન્ટીંગ થઇ જાય છે.
બાંગ્લાદેશમાં
15 થી 20 લાખ મીટર કપડું વેચાય છે.

વિવિંગ
સેકટરમાં રુ.
40 હજાર કરોડનું રોકાણ આવશે, ભારતમાં 4.35 લાખ હાઇસ્પીડ વિવિંગ મશીનની જરૃરિયાત ઉભી થશે. આવનારો સમય વોટરજેટ,
એરજેટ અને ડિજીટલ પ્રિન્ટીંગ ટેકનોલોજીનો છે, આથી
સુરતે લીડ લઇને મોર્ડનાઇઝેશન તરફ જવું પડશે
, એમ ચેમ્બરના
પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું.

યુવા
ઉદ્યોગકારો વોટરજેટ
, એરજેટ અને રેપિયર લુમ્સમાં વધારે રોકાણ કરી રહ્યાં છે. ઇન્ડસ્ટ્રી હવે ઘણી
બદલાઇ રહી છે.
10થી 15 વર્ષ પહેલાં આ
મશીનો માત્ર ફોટામાં જોવા મળ્યા હતા. આજે આ તમામ મશીનો સુરતમાં આવી ગયા છે
,
એમ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાએ જણાવ્યું હતું 

See also  विश्व : इस देश ने लगाया चैटजीपीटी पर प्रतिबंध, बताया लोगों की निजता के लिए खतरा | फिचर, विश्व

સધર્ન ગુજરાત
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં
ટેકસટાઇલ વીક અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગકારોને ન્યુ ડેવલપમેન્ટ્સ
ઇન વોટરજેટ ફેબ્રિકસ
, ન્યુ ડેવલપમેન્ટ્સ ઇન રેપિયર એન્ડ એરજેટ મશીન્સ તથા ડિજીટલ પ્રિન્ટીંગ ચેઇન્જીંગ
ધ સિનારિયો વિષે જાણકારી આપવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read