HomeNewsટી- 20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં સુરતીઓએ ભાગળ પર વિજય સરઘસ...

ટી- 20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં સુરતીઓએ ભાગળ પર વિજય સરઘસ કાઢ્યું


-મેચ જીતાડી  કોહલીએ પણ સુરતમાં લાગ્યા મોદી મોદીના નારા

-સુરતીઓએ કાળી ચૌદસના દિવસે જ દિવાળીની ઉજવણી કરી ઃ ભાગળ ચાર રસ્તા પર ભેગી થયેલી ભીડ તિરંગા સાથે વિજયોત્સવ મનાવ્યો 

સુરત, તા.23 ઓક્ટોબર 2022,રવિવાર

ઓષ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલી ટી 20 વર્લ્ડ કપમાં ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને દિલ ધડક મેચમાં હરાવતા સુરતીઓ ઘેલા બન્યા હતા. ભારતની જીત સાથે જ સુરતીઓ ભાગળ ચાર રસ્તા પર ભેગા થઈને વિજય સરઘસ કાઢ્યું હતું.  વિજય સરઘસમાં રહેલા યંગસ્ટર્સ  હાથમાં તિરંગા લઈને મોદી મોદીના નારા સાથે ફર્યા હતા.

કોહલી ની રમત ના કારણે ભારતે વિજય મેળવ્યો હતો પરંતુ સુરતી યંગસ્ટર્સ દ્વારા વિજય સરઘસમાં મોદીના નારા લગાવ્યા હતા. પાકિસ્તાન સામે છેલ્લા બોલે ભારતની જીત થતાંની સાથે જ સુરતીઓ ભાગળ ચાર રસ્તા પર પહોંચી ગયાં હતા. ભારતીય ટીમને અભિનંદન આપવા સાથે સાથે આતશબાજી અને ફટાકડા પણ ભાગળ ફોડ્યા હતા. કેટલાક યંગસ્ટર્સ મોદીનું કટ આઉટ લઈ આવ્યા હતા અને મોદી મોદીના નારા સાથે વિજય સરઘસમાં ફર્યા હતા.

See also  ફેસબુક ફ્રેન્ડે પ્રેમજાળમાં ફસાવી કપલ બોક્સમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read