HomeNewsટીનએજર ક્રિપ્ટો ટ્રેડરને આપઘાતની દુષ્પ્રેરણામાં પાંચ મિત્રોના આગોતરા જામીન નકારાયા

ટીનએજર ક્રિપ્ટો ટ્રેડરને આપઘાતની દુષ્પ્રેરણામાં પાંચ મિત્રોના આગોતરા જામીન નકારાયા


કતારગામના 19 વર્ષના પ્રેમલ ભૂતે મિત્રોને નફો આપી દીધો હોવા છતા પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી ફિનાઇલ પીતા હોસ્પિટલમાં સારવાર લેવી પડી


સુરત

 કતારગામના 19 વર્ષના પ્રેમલ ભૂતે મિત્રોને નફો આપી દીધો હોવા છતા પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી ફિનાઇલ પીતા હોસ્પિટલમાં સારવાર લેવી પડી

બોટ
ટ્રેડીંગ વેબસાઈટ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી વ્યાજે લીધેલા નાણાંનું
વ્યાજ ચુકવવા છતાં પઠાણી ઉઘરાણી કરી શારીરિક માનસિક ત્રાસ આપીને ફરિયાદીને
આત્મહત્યા ની દુષ્પ્રેરણા કેસમાં કતારગામ પોલીસની ધરપકડથી બચવા આરોપીઓ કરેલી
આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

કતારગામ
સ્થિત વસંતજી પાર્ક સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષીય ફરિયાદી પ્રેમલ ઉર્ફે પ્રેમ રાકેશ
મનસુખ ભૂતે એકાદ વર્ષ પહેલાં પોતાના મિત્ર હર્ષિત અણઘણ સાથ ેમળીને વેસુ ખાતે
ડી.એમ.ડી.પેસીફીકના પહેલા માળે આવેલી ઓફીસમાં ક્રિપ્ટો કરન્સી બોટ ટ્રેડીંગ
વેબસાઈટ ટ્રેડીંગ શરૃ કર્યો હતો. ફરિયાદીએ બોટ ટ્રેડીંગના કામકાજ દરમિયાન પિતા પાસેથી
મેળવેલા નાણાંથી ટ્રેડીંગમાં  નફો થતા
આરોપી હર્ષ મનોજ નારોલા
,કૈશિક કાકડીયા, રોનીત રાંદેરીયા, ભૌતિક મકવાણા,આકાશ અગ્રવાલ,મીત
પટેલ
,જય ગલચર વગેરે પાસેથી કુલ 60 લાખ
બોટ ટ્રેડીંગના રોકાણ માટે લીધા હતા
.જેના વ્યાજ પેટે દર
મહીને
30 ટકા નફો પરત આપતા હોવા છતાં આરોપીઓએ ફરિયાદી પાસેથી
રોકાણ માટે લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા ફરિયાદીએ
તા.
11-10-22ના રોજ ફીનાઈલ પીને આત્મઘાતી પગલું ભરવા મજબુર
બન્યા હતા. જેથી હાલમાં પ્રાણનાથ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ફરિયાદીએ આરોપીઓ
વિરુધ્ધ બળજબરીથી નાણાં વસુલવા ધાકધમકી આપી ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમના ભંગ બદલ
કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

See also  સુરતના સીમાડામાં ગેરેજમાં આગ ભભૂકી, બે કાર અને 40 AC બળીને ખાક


કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી આકાશ અગ્રવાલ
,કૌશિક કાકડીયા,જય
ગલસર
,હર્ષ નારોલા તથા અર્ષિત અણઘણે આગોતરા જામીન મેળવવા
અદાલતમાં ધા નાખી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કુ.રિન્કુ પારેખે તપાસ
અધિકારી તથા મૂળ ફરિયાદી તરફે પિયુષ માંગુકીયાની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે
જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ હજુ નાજુક
તબક્કામાં છે.આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પુછપરછ જરૃરી હોઈ આગોતરા જામીન આપવાથી
સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા પોલીસ તપાસ અને સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.
કોર્ટે આગોતરા જામીન નકારી કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરુરીહોવાનો નિર્દેશ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read