HomeNewsજ્વેલરી એક્સપોર્ટરો પાર્સલ ઓનલાઇન પોસ્ટના માધ્યમથી મોકલી શકશે

જ્વેલરી એક્સપોર્ટરો પાર્સલ ઓનલાઇન પોસ્ટના માધ્યમથી મોકલી શકશે


પોસ્ટ દ્વારા એક્સપોર્ટ માટેના રેગ્યુલેશન્સમાં નાણાંમંત્રાલયે સુધારો કર્યો

-એક્સપોર્ટનું
કન્સાઇનમેન્ટ સોંપવા વિદેશી પોસ્ટ ઓફિસ પર હવે જવું પડશે નહી
, ઓફિસ કે ઘરેથી ઓનલાઇન
પાર્સલ મોકલી શકાશે

સુરત

મહેસૂલ
વિભાગ પોસ્ટ દ્વારા જ્વેલરી ઈ-કોમર્સને સરળ બનાવવા માટે જરૃરી નોટિફીકેશન જારી
કર્યુ છે. નિકાસ માટે કંસાઇનમેન્ટ સોપવા વિદેશી પોસ્ટ ઓફિસની મુલાકાત જરૃરી હતી.
હવે એમાં સુધારો કરવામાં આવ્યો છે. નિકાસકારો ઓફિસ કે ઘરેથી ઓનલાઈન પોસ્ટના
માધ્યમથી પાર્સલ મોકલી શકશે.

હાલમાં, પોસ્ટલ વિભાગ મારફત
પાર્સલની નિકાસ કરવા માટે
, નિકાસકાર અથવા એજન્ટે નિકાસ ઘોષણા
ફાઇલ કરવા અને નિકાસ માટે કન્સાઇન્મેન્ટ સોંપવા માટે ૨૮ વિદેશી પોસ્ટ ઓફિસ (ફોરેન
પોસ્ટ ઓફિસ)માંથી કોઈપણની મુલાકાત લેવી જરૃરી હતી.

See also  आंध्र प्रदेश : ‘ऐसे बेटे से तो निसंतान रहना ही अच्छा!”, पिता की चिता को आग लगाने के लिए बेटे ने मांगे तीस लाख रूपये

સેન્ટ્રલ
બોર્ડ આફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇની)ના નોટિફિકેશન મુજબ
, નવી સિસ્ટમ હેઠળ,
નિકાસકારે ફોરેન પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની જરૃર રહેશે નહીં. તેના
બદલે પોસ્ટલ બિલ ઓફ એક્સપોર્ટ (એફબીઇ) ઘર-ઓફિસથી ઓનલાઈન ફાઇલ કરી શકશે અને નિકાસ માટે
નજીકની પોસ્ટ ઓફિસમાં પાર્સલ જમા કરાવી શકશે.

જમા
કરાયેલ નિકાસ પાર્સલને પોસ્ટ વિભાગ (ડિસ્પેચ ઓફ પોઇન્ટ) દ્વારા કસ્ટમ્સ ક્લિયરન્સ
માટે ફોરેન પોસ્ટ ઓફિસમાં ખસેડવામાં આવશે. વિપુલ શાહ ચેરમેન
, જીજેઇપીસીએ જણાવ્યું
હતું કે
, સરકાર દ્વારા નિર્ધારિત નિકાસ લક્ષ્યાંક હાંસલ
કરવાના સાધન તરીકે જેમ એન્ડ જ્વેલરી સેક્ટર માટે
, જીજેઇપીસીએ
મુખ્ય ક્ષેત્ર તરીકે ઈ-કોમર્સ ઓળખી કાઢયું છે.

નાણા
મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ આફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇની)
નોટિફિકેશન દ્વારા
9મી ડિસેમ્બરના રોજ પોસ્ટલ એક્સપોર્ટ (ઇલેક્ટ્રોનિક ડિક્લેરેશન એન્ડ
પ્રોસેસિંગ) રેગ્યુલેશન્સ
, 2022 અને પોસ્ટલ ઓથોરિટીઝને
ઇલેક્ટ્રોનિક ડિક્લેરેશન ફાઇલ કરવા માટે પીબીઇ (પોસ્ટલ બિલ આફ એક્સપોર્ટ) અનુક્રમે
આટોમેટેડ સિસ્ટમ સેટ કરવા
, ચલાવવા અને જાળવવા પોસ્ટ દ્વારા
માલની નિકાસ માટે એક્સપોર્ટ્સ રેગ્યુલેશન્સ
2018માં સુધારો
કર્યો છે.

See also  સસ્પેન્ડ થયેલા GST નંબર શરૂ કરાવવા માટે હવે અધિકારીઓ પાસે નહીં જવુ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read