HomeNewsજેટકોના સબ-સ્ટેશનના સ્વીચ યાર્ડમાં જરીનો દોરો પડતાં અઢી કલાક વીજ પૂરવઠો ખોરવાયો

જેટકોના સબ-સ્ટેશનના સ્વીચ યાર્ડમાં જરીનો દોરો પડતાં અઢી કલાક વીજ પૂરવઠો ખોરવાયો



સચિન જીઆઇડીસી નજીક ઘટનાને પગલે 40 ફીડરોમાં આવતા અનેક કારખાના
બંધ રહ્યાઃ મેટાલિક યાર્ન વેસ્ટેજનો યોગ્ય નિકાલ કરવા સૂચના

સુરત

સચીન
જીઆઇડીસી નજીકના તલંગપુર વિસ્તારમાં આજે બપોર પછી અઢી કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો
હતો. પરિણામે
40 ફીડરોના કારખાનાઓ બંધ રહ્યાં હતા. જેટકોના સબ-સ્ટેશનના સ્વીચ યાર્ડમાં બહારથી
ઉડીને આવેલાં જરીના દોરાએ વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો.

વીજ
કંપનીના ઓવર હેડ વીજ લાઈન માટે જરી કે મેટાલિક યાર્ન સમસ્યા ઊભી કરતાં રહ્યાં છે.
અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો રહ્યો છે. તલંગપુર સ્થિત જેટકોના
220 કેવીએ સબ સ્ટેશનમાં
વીજ પુરવઠો ખોરવાવાની જોકે આ પ્રથમ જ ઘટના છે. આવી ઘટનાઓ રોકવા માટે પેટ્રોલિંગ પણ
કરવામાં આવી રહ્યું છે.

See also  नए नियमों के मुताबिक जयपुर में अंतिम संस्कार के लिए 5 आईडी की जरूरत होगी! | प्रादेशिक

જેટકોના
66 કેવીએ
ઓવરહેડ વીજ લાઈન પર
15-20 દિવસમાં આવી ઘટનાઓ અવારનવાર
ભેસ્તાન
, સચિન, પાંડેસરા, ઉધના વિસ્તારમાં બનતી રહે છે, એમ સૂત્રોએ જણાવ્યું
હતું. વીજ લાઇન ફોલ્ટની આ પ્રકારની સમસ્યા નિવારવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં
કારખાનેદારો સાથે અવરનેસ કાર્યક્રમો પણ કરવામાં આવે છે
, છતાં
કોઈ પરિણામ નથી.

ઇન્ડસ્ટ્રીઝમાં
ઉપયોગમાં લેવામાં આવતી જરી કે મેટાલિક યાર્નના વેસ્ટેજનો યોગ્ય રીત ે નિકાલ કરવાની
સૂચના પણ આપવામાં આવી છે. પણ વેસ્ટેજમાંનું યાર્ન હવામાં ઉડીને ઓવરહેડ લાઈન કે સબ સ્ટેશનમાં
જઈને પડે ત્યારે વીજ પુરવઠો ખોરવાઇ જવાની સમસ્યા ઊભી થાય છે.

મકરસંક્રાંતિનો
તહેવાર નજીકમાં છે
, ત્યારે ચાઈનીઝ દોરા કે જરી પ્રકારના દોરા ઓવરહેડ વીજ લાઈન માટે જોખમી બને
એમ હોવાથી
, જેટકોના સ્ટાફને વિશેષ ધ્યાન રાખવા અને
પેટ્રોલિંગ માટેની સૂચના આપવામાં આવી છે. જોકે
, આ સમસ્યા
કારખાનેદારો
, ખાસ કરીને કારીગર વર્ગની સજાગતાને કારણે નિવારી
શકાય એમ છે
, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

See also  સુરત શહેરમાં ગંદકી કરનારને ઝડપી પાડવા પાલિકાએ 200 ન્યૂસન્સ પોઇન્ટ પર સીસીટીવી કેમેરા ગોઠવ્યા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read