HomeNewsછેલ્લા 5 દિવસથી ઠંડી વધતા સુરતના તિબેટીયન માર્કેટમાં ઘરાકી વધી

છેલ્લા 5 દિવસથી ઠંડી વધતા સુરતના તિબેટીયન માર્કેટમાં ઘરાકી વધી


Updated: Dec 29th, 2022


– રોજગારી માટે સુરત આવતા તિબેટના 52 પરિવારો 125 દિવસ સુરતમય બને છે 

સુરત,તા.29 ડિસેમ્બર 2022,ગુરૂવાર

સુરતમાં વર્ષ ૧૯૮૫ થી તિબેટીયન માર્કેટ ભરાતું આવ્યું છે અને દર વર્ષે સુરતીઓ અહીંથી ગરમ કપડાંઓની ખરીદી કરે છે. આ વર્ષે શિયાળાની ઋતુ મોડી શરૂ થવાને કારણે ઘરાકીમાં તફાવત જોવા મળ્યો છે. પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા માર્કેટમાં લોકોની ચહેલ-પહેલની સાથે ઘરાકીમાં વધારો થયો છે. જો કે અગત્યની વાત છે કે કેટલીક વાર રોજગારી માટે સુરત આવતા તિબેટના ૫૨ પરિવારો ખાસ સુરતી થાળી પણ જમવા જાઈ છે.

શિયાળાની ઋતની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમ કપડાં ખરીદવા અલગ અલગ બજારમાં જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે શહેરના તિબેટિયન માર્કેટમાં છેલ્લાં ૩૭ વર્ષથી ગરમ કપડાંનો વેપાર કરવા વેપારીઓ આવે છે. તિબેટીયન માર્કેટમાં લોકોને અવનવી વેરાયટીમાં ગરમ કપડા મળી જાય છે અને તેના ભાવ પણ એકસરખા હોવાથી અહીં લોકો ખરીદી કરવાનું પસંદ કરે છે. જો કે આ વર્ષે શિયાળોની શરુઆત મોડી થતા અગાઉના દિવસોમાં શાંત જોવા મળી હતી. પરંતુ છેલ્લા ૪-૫ દિવસમાં ઠંડીનો પારો ગગડતા તિબેટીયન માર્કેટમાં લોકોની ચહેલ-પહેલ વધી છે. શહેરીજનોએ ઠંડીના ચમકારા અનુભવ્યા હોવાને કારણે તેઓ ખરીદી કરવા ઉમટ્યા છે. જેને લઇને વેપારીઓને હાલ ઘરાકી સારી જોવા મળી રહી છે. રોજગારી માટે સુરત આવતા તિબેટના આ પરિવારો ૪ મહિના સુરતમય બની જાઈ છે અને બાદમાં વતન પરત ફરી ખેતીવાડી કરે છે. ઉલ્લખનીય છે કે મોલમાં મોંઘાદાટ મળતા ગરમ કપડા સામે તિબેટીયન માર્કેટમાં રૂ.૧૦૦  થી ટોપી, મફલર, મોજા જેવી વસ્તુની શરૂઆત થાય છે. જ્યારે જેકેટ, સ્વેટર જેવા કપડાં રૂ.૧૦૦૦ થી રૂ.૨૦૦૦ માં અહીં વેચાય છે. 

See also  सूरत : सिविल अस्पताल की एक महिला रेजिडेंट डॉक्टर द्वारा आत्महत्या का प्रयास  | सूरत

આ અંગે તિબેટિયન એસોસિયેશનના પ્રમુખ થાઈપેન ગેલેકે કહ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૨ પરિવારના સ્ટોલ લાગ્યા છે. અને ગરમ કપડામાં વેરાયટી પણ છે. દિવાળીના સમયે પણ ઘરાકી જોવા મળે છે કારણ કે તે સમયે લોકો ફરવા માટે બહાર જતા હોય છે .જો કે બાદમાં માહોલ શાંત રહે છે પરંતુ જ્યારે ઠંડી શરૂ થાય છે ત્યારે લોકો ખરીદી કરવા વધુ આવે છે. ચાર પાંચ દિવસ અગાઉ થી ઠંડીનો ચમકારો વધતા લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. આશા છે કે વેપાર પણ સારો રહેશે. વધુમાં સામાન્ય રીતે તો અમે અમારું જમવાનું બનાવીએ છે પરંતુ કેટલીક વાર અમે પ્રધાનો ખાસ ગુજરાતી થાળી જમવા માટે પણ જઈએ છીએ.

See also  कन्नड़ फिल्म 'केडी-द डेविल' की शूटिंग के दौरान घायल हुए संजय दत्त | मनोरंजन

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read