HomeNewsચૂંટણી પંચની જાહેરાત સાથે જ સુરતમાં આચારસંહિતાના અમલ શરૂ

ચૂંટણી પંચની જાહેરાત સાથે જ સુરતમાં આચારસંહિતાના અમલ શરૂ



– ચૂંટણી પંચની પત્રકાર પરિષદની ગણતરીની મિનિટોમાં સુરતના રસ્તા પરથી સરકારના બોર્ડ ઉતારવાનું શરૂ

– સુરતના રસ્તા, સર્કલ પર લગાવેલા બેનર અને હોર્ડિંગ્સ દુર કરવાની કામગીરી થઈ 

સુરત,તા.3 નવેમ્બર 2022,ગુરૂવાર

ગુજરાત સહિત સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત સાથે સુરતમાં આચાર સંહિતાનો અમલની પણ શરુઆત થઈ ગઈ છે. ચુંટણી પંચની જાહેરાત સાથે જ સુરતના રસ્તા, સર્કલ અને પર લગાવવામાં આવેલા સરકારી યોજનાના બેનર-હોર્ડિગ્સ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ના રોજ બે તબક્કામાં મતદાન અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ માટેની તારીખ જાહેર કરવા માટેની પત્રકાર પરિષદ કરી હતી. ચૂંટણી પંચની આ પત્રકાર પરિષદની ગણતરીની મિનિટોમાં જ સુરતમાં વહિવટી તંત્ર સતેજ થઈ ગયું હતું.

See also  सूरत : निर्माण स्थल पर काम कर रहे मजदूर की पीठ में घूसा रॉड | सूरत

છેલ્લા કેટલાક દિવસથી સુરતના રસ્તાઓ, સર્કલ અને અનેક હોર્ડિગ્સ પર સરકારી જાહેરાત હતી. શહેરમાં સરકારી યોજના ના જાહેરાત ના સંખ્યાબંધ હોર્ડિંગ્સ લાગ્યા હતા. આચા સંહિતા પ્રમાણે આ પ્રકારના તમામ હોર્ડિગ્સ. બેનર કાઢવાના હોય તંત્ર દ્વારા જાહેરાતની સાથે જ બેનર- હોર્ડિંગ્સ ઉતારવા માટેની ટીમ રવાના કરી દીધી હતી. શહેરના રસ્તા પર ટેમ્પો અને લારીઓ સાથેની આ ટીમે એક પછી એખ તમામ જગ્યાએથી બેનર-હોર્ડિગ્સ કાઢવાનું શરુ કરી દીધું હતું. ગણતરીના કલાકોમાં તો શહેરના અનેક રસ્તાઓ પરથી સરકારી યોજનાના હોર્ડિગ્સ કાઢી લેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read