HomeNewsચાર ઝોનમાં સાકાર થશે ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

ચાર ઝોનમાં સાકાર થશે ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ


  • સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક યોજાઈ
  • ડુમસ સી-ફ્સ ડેવલપમેન્ટનું પ્લાનિંગ રાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટ તરીકે કરવા સી.આર.પાટીલની ટકોર
  • ફોરેસ્ટની જમીન પર ઇકો કોટેજ બનાવવા સૂચન

પાલિકાના મહત્ત્વાકાંક્ષી ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી શરૂ થાય તે માટે તૈયારીઓનો ધમધમાટ થઇ રહ્યો છે. શનિવારે સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન રજૂ થયું હતું. બેઠક અંતર્ગત જમીન અને પ્લાનિંગ સહિતના મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર પ્રોજેક્ટને વિવિધ ચાર ઝોનમાં વહેંચી અલગ અલગ ચાર તબક્કામાં સાકાર કરવાનું નક્કી કરાયું હતું. ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટનું પ્લાનિંગ રાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટ તરીકે કરવા સી.આર.પાટીલે તંત્રને આહ્વાન કર્યું હતું.

અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે શહેરના સાંસદ અને પ્રદેશ ભાજય અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક સંકલન બેઠક યોજાઇ હતી. બેઠક અંતર્ગત ડુમસ સી-ફેસ ડેવલમપેન્ટ પ્રોજેક્ટનું વધુ એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટને અલગ અલગ ચાર ઝોનમાં વહેચવામાં આવ્યો હોવાનું ચિત્ર રજૂ થયું હતું. પ્રથમ તબકકાના ભાગરૂપે ફ્ઝ-1 (ઝોન-1)નો ભાગ પાલિકા દ્વારા ડેવલપ કરવામાં આવશે. દરિયા ગણેશ મંદિરના પાળાથી 50 મીટર અને રસ્તાથી 80 મીટરમાં અંદરના ભાગે સી-ફેસ બ્યુટિફિકેશન કરવામાં આવશે. એટલું જ નહીં, ત્રીજા ચરણમાં અર્થાત ઝોન-3 નું પ્લાનિંગ, ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તથા ટેન્ડરિંગને લગતી તમામ કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા ફેરેસ્ટ વિભાગના સંકલનમાં રહી કરવામાં આવશે. ત્યારબાદ વન વિભાગ દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર પ્રોજેક્ટ અંતર્ગત ડેવલપમેન્ટ કરવામાં આવશે.

See also  સુરતમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં મહિલા અને વૃધ્ધનું મોત

બેઠક અંતર્ગત શહેરના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તરફથી કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કરવામાં આવ્યા હતા. તેમણે સમગ્ર ડુમસ સી ફ્સ પ્રોજેક્ટનું પ્લાનિંગ એક રાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટ તરીકે કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, સમગ્ર પ્રોજેક્ટને સેલ્ફ્ સસ્ટેનેબલ પ્રોજેક્ટ તરીકે ડેવલપ કરવા તાકીદ કરી હતી. જેથી પ્રોજેક્ટનું મેન્ટેનન્સ ઓછું અથવા નહિવત થાય તે પ્રકારે પ્લાનિંગમાં વિવિધ બાબતોને આવરી લેવા જણાવ્યું હતું. પ્રોજેકટના ફ્ઝ-1 (ઝોન-1) અંતર્ગત હાલના પ્લાનિંગ મુજબ વ્હીકલ પાર્કિંગની સુવિધા ઓછી જણાતી હોય મલ્ટિલેવલ પાર્કિંગનો વિકલ્પ કહો કે વિચાર રજૂ કરાયો હતો. તેને પ્લાનિંગ હેઠળ આવરી લેવા જણાવાયું હતું.

ફોરેસ્ટની જમીન પર ઇકો કોટેજ બનાવવા સૂચન

ડુમસ સી-ફેસ ડેવલમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવતી વન વિભાગ હસ્તકની જમીનમાં (ઝોન-3) હાલના આયોજન ઉપરાંત ઇકો કોટેજ અને નેચરલ થેરાપી સેન્ટર જેવા આકર્ષણ ઉમેરવા સૂચન કરાયું હતું. એટલું જ નહીં, જમીનનો ઉપયોગ ગ્રીન એરીયા તરીકે વિશેષ ડેવલપ કરવા માટે આયોજન કરવા જણાવાયું હતું. પ્રોજેક્ટને રેવન્યુ જનરેશન જેવા અગત્યના મુદ્દાને ધ્યાને રાખીને પ્લાનિંગ કરવા બાબતે પણ ટકોર કરવામાં આવી હતી.

See also  International Yoga Day 2024: સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી,જુઓ Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read