HomeNewsઘોડદોડ રોડના જ્વેલર્સને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં ઠગ મહિલાએ રૂ. 75 હજારની બંગડી...

ઘોડદોડ રોડના જ્વેલર્સને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં ઠગ મહિલાએ રૂ. 75 હજારની બંગડી તફડાવી


Updated: Jan 3rd, 2023


– મેનેજર રાતે હિસાબે ચેક કરી રહ્યો હતો ત્યારે બંગડી ગાયબ જણાતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા ભાંડો ફૂટયોઃ વ્હાઇટ ડ્રેસ અને લાલ દુપટ્ટો પહેરીને આવેલી મહિલાએ ચાર પૈકી એક બંગડી પર્સમાં મુકી હતી

સુરત,તા.3 જાન્યુઆરી 2023,મંગળવાર

સુરતના ઘોડદોડ રોડના કેનોપસ મોલમાં આવેલી શાહ જ્યંતિલાલ સન્સ એન્ડ જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ઠગ મહિલાએ સેલ્સગર્લની નજર ચુકવી 14.260 ગ્રામ વજનની સોનાની રૂ. 75 હજારની બંગડી તફડાવીને રવાના થઇ જતા ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. 

ઘોડદોડ રોડના કેનોપસ મોલમાં આવેલી શાહ જ્યંતિલાલ સન્સ એન્ડ જ્વેલર્સ નામની દુકાનનો મેનેજર અંકિત નવરતનમલ જૈન (ઉ.વ. 36 રહે. સહયોગ એપાર્ટમેન્ટ, વિદ્યાકુંજ સ્કૂલ પાસે, પાલનપુર જકાતનાકા) રાબેતા મુજબ રાતે 8 વાગ્યે આખા દિવસનો હિસાબ ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન સોનાની સાદી મશીન ડિઝાઇન વાળી એક બંગડી ગાયબ જણાતા દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બપોરે 1 વાગ્યાના અરસામાં વ્હાઇટ ડ્રેસ અને રેડ દુપટ્ટો પહેરીને ગ્રાહકના સ્વાંગમાં આવેલી ઠગ મહિલાએ દાગીના ખરીદવાના બહાને સેલ્સગર્લ મુસ્કાન સિંઘની નજર ચુકવી સોનાની 4 બંગડી પૈકી 14.260 ગ્રામ વજનની એક બંગડી કિંમત રૂ. 75 હજારની પોતાના પર્સમાં મુકી ચોરી કર્યાનું જણાયું હતું. જેને પગલે આ અંગે મેનેજરે ઉમરા પોલીસમાં ગ્રાહકના સ્વાંગમાં આવનાર ઠગ મહિલા વિરૂધ્ધ ચોરીની ફરીયાદ નોંધાવી છે.

See also  सूरत : कार शोरूम में आग लग गई, करीब 10 कारें जलकर खाक 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read