HomeNewsગ્રેની ખપપુરતી ખરીદીને કારણે વિવરે ઉત્પાદનમાં અંકુશ મૂક્યો

ગ્રેની ખપપુરતી ખરીદીને કારણે વિવરે ઉત્પાદનમાં અંકુશ મૂક્યો


-વધારે
સ્ટોક છે તેવા
10થી 12 ટકા કારખાનેદારોએ એકમો બંધ કર્યા, અન્યોએ રજા વધારી

 

         સુરત

કાપડ
ઉદ્યોગની હાલત સુધરવાની જગ્યાએ વધુને વધુ બગડી રહી હોવાનો ગણગણાટ ફરી શરૃ થયો છે.
બહારગામની ખરીદી નહીં હોવાથી
,
વેપારીઓ ગ્રે ખપપૂરતું ખરીદી રહ્યાં છે. આથી અમુક કારખાનેદારોએ
ઉત્પાદનમાં અંકુશ મૂક્યો છે.

ગ્રેના
તાકાઓના ભરાવાની સમસ્યાથી ત્રસ્ત ઘણા કારખાનેદારોએ વધારાની રજાનો અમલ શરૃ કરી દીધો
છે. જેમની પાસે વધારે સ્ટોક છે
,
એવા કારખાનેદારોએ તો એકમો પણ બંધ કરી દીધાં છે આવાં કારખાનેદારોની
ટકાવારી
10-12 ટકા હોવાનો અંદાજ છે.

લબાયત
અને આસપાસના વિસ્તારોમાં ઘણાં કારખાનેદારોએ ખરીદી નહિ હોવાને કારણે એક પાળીમાં
એકમો ચલાવવાનું શરૃ કરી દીધું છે. વિભર પાસે ગ્રેના ઉત્પાદન ઉપર કાપ મુકવા સિવાય
બીજો કોઈ વિકલ્પ નથી. પ્રોડક્શન ચાલુ રાખીને ગ્રે તાકાઓનો ભરાવો કરવો કોઈને પોસાય
તેમ નથી.

See also  एडफेक्टर्स पीआर ने पब्लिक रिलेशंस प्रीमियर क्रिकेट लीग 2023  (पीआरपीसीएल) जीता  | सूरत, क्रिकेट

દિવાળી
પછી કામકાજ સુધર્યા નથી. આજે નહીં તો કાલે સુધરશે
, એવી આશામાંને આશામાં ગ્રેનું ઉત્પાદન ચાલુ
રાખનારા કારખાનેદારોને પણ સમય સંજોગો જોઈને કામના કલાકો અને પ્રોડક્શન ઘટાડવા પડયાં
છે. મકરસંક્રાંતિ પછી થશે એવી આશા ઓછી થઈ રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read