HomeNewsગૌવંશની કતલ કરનારા કુખ્યાત કસાઇના ઘરનું ડિમોલિશન કરવા VHPની માંગણી

ગૌવંશની કતલ કરનારા કુખ્યાત કસાઇના ઘરનું ડિમોલિશન કરવા VHPની માંગણી


  • ખાટકી અલ્તાફ પૂંઠાવાલાને પાઠ ભણાવવા કમિશનરને આવેદનપત્ર
  • તપાસદ રમિયાન પૂંઠાવાલાના ઘરમાંથી 1800 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો પણ મળી આવ્યો હતો
  • VHP દ્વારા મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

ભરીમાતા રોડ ઉપર ગૌવંશની કત્લેઆમ કરી કાયદાની ઐસીતૈસી કરનારા કુખ્યાત ખાટકી અબ્દુલ પુંઠાવાલાને પાઠ ભણાવવા તેની ગેરકાયદે મિલકતોનું ડિમોલિશન કરવા માંગણી ઊઠી છે. આ દિશામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર આપી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સુરત સિટીમાં ઠેકઠેકાણે ગેરકાયદે બાંધકામો થઇ રહી છે. સાથોસાથ સરકારી જમીન ઉપર કબજો કરી અનઅધિકૃત બાંધકામ હેઠળ ગેરકાદેસર કતલખાના પણ ધમધમી રહ્યાં છે. તે ઉપરાંત આવા જે કતલખાના ચાલે છે તેમાં ગાય માતાની પણ કતલ થઈ રહી છે. તાજેતરમાં જ ગૌપ્રેમીઓ દ્વારા ત્રણ દિવસ અગાઉ ભરીમાતા રોડ સ્થિત સાબરીનગર સોસાયટીમાં પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેઇડ દરમિયાન કુખ્યાત કસાઇ અલ્તાફ્ પુઠાવાલા અને તેમના સાગરીતો દ્વારા ચલાવાતું ગેરકાયદેસર કતલખાનું પકડાયું છે કતલખાનામાં અલ્તાફ્ પુઠાવાલા તથા તેમના સાગરીતો દ્વારા 8 જેટલા ગૌવંશ કતલના ઇરાદે લાવવામાં આવ્યા હોવાનું ચિત્ર દરોડા દરમિયાન સ્પષ્ટ થયું હતું.

See also  બોર્ડની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકનમાં ખાનગી શાળાના શિક્ષકોની આડોડાઇ

તપાસદ રમિયાન પૂંઠાવાલાના ઘરમાંથી 1800 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો પણ મળી આવ્યો હતો. ચોકબજાર પોલીસ સુરત દ્વારા કતલખાનું ચલાવનાર અલ્તાફ્ પુઠાવાલા અને તેના 4 સાગરીતો સામે ગુન્હો પણ નોંધ્યો છે. આ કતલખાનાનો અનઅધિકૃત દબાણ કરેલી જગ્યા પર તાત્કાલિક ડીમોલિશન કરવામાં આવે તેમજ આવા અનેક સ્થળો પર ચાલતા ગેરકાયદેસર કતલખાનું તાત્કાલીક ધોરણે તપાસ કરીને તેને બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલું જ નહીં, પાલિકા દ્વારા આ દિશામાં પગલાં લેવામાં નહીં આવે તો અર્થાત બુલડોઝર ફેરવી ડિમોલીશન નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવશે. તેવી સ્પષ્ટ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read