HomeNewsગોડાદરાની તરૂણીને લગ્નની લાલચ આપી પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી

ગોડાદરાની તરૂણીને લગ્નની લાલચ આપી પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી


Updated: Dec 28th, 2022


– તરૂણીનું માસિક બંધ થઇ જતા ઓયો હોટલમાં લઇ જઇ પ્રેગનેન્સી ટેસ્ટ કર્યા બાદ ગર્ભપાતની ગોળી આપીઃ પ્રેમીના માતા-પિતાએ લગ્નની લેખિતમાં બાંહેધરી આપ્યા બાદ ઇન્કાર કર્યો 

સુરત,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર

ગોડાદરામાં રહેતા રીક્ષા ચાલકની ધો. 11 માં અભ્યાસ કરતી પુત્રી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દેતા ગોડાદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ગોડાદરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય રીક્ષા ચાલકની ધો. 11 માં અભ્યાસ કરતી પુત્રી મીતાલી (ઉ.વ. 17 નામ બદલ્યું છે) ને વર્ષ 2021 માં ફેસબુક પર ગોડાદરાના શ્રીજી આર્કેડમાં કપડાની દુકાન ધરાવતા જયસીંગ કમલેશ યાદવ (રહે. શક્તિ વિજય સોસાયટી, મંગલ પાંડે હોલ નજીક, પાંડેસરા) સાથે મિત્રતા થઇ હતી. બંને વચ્ચે નિયમીત વાતચીત અંતર્ગત જયસીંગે મીતાલીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી શ્રીજી આર્કેડમાં આવેલા કાફેમાં લઇ જઇ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. એપ્રિલ 2022 માં મીતાલી ઘરે એકલી હતી ત્યારે જયસીંગ તેના ઘરે પહોંચી ગયો હતો અને ત્યાં પણ બંનેએ શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાનમાં મીતાલીને માસિક નહીં આવતા જુલાઇ 2022 માં ડીંડોલીની જેક સ્પેરો ઓયો હોટલમાં લઇ જઇ પ્રેગનેન્સી ટેસ્ટ કર્યો હતો અને ગર્ભપાતની ગોળી આપી હતી. ત્યાર બાદ પણ બંનેએ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો પરંતુ મીતાલીના માતા-પિતાને જાણ થતા તેમણે જયસીંગના માતા-પિતાને પ્રેમસંબંધની વાત કરી હતી. જયસીંગના માતા-પિતાએ મીતાલી સાથે લગ્ન કરાવવાની લેખિતમાં બાંહેધરી આપી હતી. પરંતુ ત્યાર બાદ જયસીંગે મીતાલી સાથે વાત કરવાનું બંધ કરી દેતા મામલો પુનઃ જયસીંગના માતા-પિતા પાસે પહોંચ્યો હતો. પરંતુ તેમણે જયસીંગ અને મીતાલીના લગ્ન કરાવવાનો ઇન્કાર કરી તરછોડી દેતા છેવટે મીતાલીએ જયસીંગ કમલેશ યાદવ વિરૂધ્ધ ગોડાદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

See also  सूरत : श्री अन्न (मिलेट्स) के महत्व और पोषण मूल्य को दुनिया ने पहचाना और सेवन के लिए आकर्षित हुए | सूरत, कारोबार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read