HomeNewsગીત સાંભળવા મોબાઇલ નહી આપતા 19 વર્ષના યુવકની હત્યાના ગુનામાં બેને આજીવન...

ગીત સાંભળવા મોબાઇલ નહી આપતા 19 વર્ષના યુવકની હત્યાના ગુનામાં બેને આજીવન કેદ


છ વર્ષ પહેલાં લિંબાયત સંજયનગરમાં બનેલી સિપક હલવાઈ હત્યા કેસમાં કુલ ચાર પૈકી બે આરોપીના મોત થતાં કેસમાંથી એબેટ કરાયા હતા

Updated: Dec 31st, 2022


સુરત

છ વર્ષ પહેલાં લિંબાયત સંજયનગરમાં બનેલી સિપક હલવાઈ હત્યા કેસમાં કુલ ચાર પૈકી બે આરોપીના મોત થતાં કેસમાંથી એબેટ કરાયા હતા

આજથી
છ વર્ષ પહેલાં લિંબાયત વિસ્તારમાં ગીત સાંભળવા મોબાઈલ આપવાનો ઈન્કાર કરવાના મુદ્દે
થયેલી બોલાચાલીની અદાવતમાં રાખીને
19 વર્ષીય યુવકની હત્યાના કારસામાં સંડોવાયેલા ચાર પૈકી બે આરોપીઓને આજે
એડીશ્નલ સેશન્સ જજ વિમલ કે.વ્યાસે ઈપીકો
302 સાથે વાંચતા 114 તથા જીપીએકટ 135 ના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ,રૃ.3 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની
કેદની સજા ફટકારી છે.

લિંબાયત
સંજયનગર શ્રીરામ ચોક પાસે તા.
28-6-2016
ના રોજ આરોપી દેવરામ શીઠુ ઉર્ફે ગબ્બર રાજભાઈના ઘર પાસે અન્ય આરોપી
મિત્રો ભરત ઈશ્વર મૈસુરીયા
,યોગેશ ઉર્ફે ભારત મગન પાટીલ તથા
રામવિલાશ ઉર્ફે સલીમ બોબડો શીઠુ ઉર્ફે ગબ્બર રાજભર મોબાઈલ પર ગીતો સાંભળતા હતા.જે
દરમિયાન ફરિયાદી રાજેશ રામચંદ્ર  હલવાઈના
19 વર્ષીય પુત્ર સિપકે આવીને આરોપી યોગેશ ઉર્ફે ભારત પાટીલ પાસેથી ગીત
સાંભળવા માટે મોબાઈલ માંગ્યો હતો.પરંતુ આરોપી યોગેશે ના પાડતાં તેમની વચ્ચે
બોલાચાલી થઈ હતી.ત્યારબાદ ઉપરોક્ત ચારેય આરોપીઓ આસપાસ નગર વિભાગ-
2 પાસે આંગણવાડીના બાંકડા પર બેસીને મોબાઈલમાં ગીતો સાંભળતા હતા.તે
દરમિયાન  સિપક હલવાઈ ફરીવાર ત્યાં આવીને
મારી સાથે પહેલા ઝઘડો કેમ કર્યો
?એમ કહીને આરોપીઓ સાથે ગાળો
આપીને ફરીથી ઝઘડો કર્યો હતો.જેથી આરોપી રામવિલાસ તથા  દેવરામે સિપકને પકડી લેતા આરોપી યોગેશે ચપ્પુ
વડે તથા આરોપી ભરત મૈસુરીયાએ લોખંડની પાઈપ વડે સિપક હલવાઈ પર જીવલેણ હુમલો કરતાં
તેનું મોત નિપજ્યું હતુ.

See also  સુરત શિક્ષણ સમિતિના નિવૃત્ત શિક્ષકોને ટાર્ગેટ કરી પૈસા પડાવતા પૂર્વ વિદ્યાર્થીથી શિક્ષકો પરેશાન

જેથી
મૃત્તક યુવાનના ફરિયાદી પિતાએ પોતાના પુત્રની હત્યાના કારસા બદલ ઉપરોક્ત ચારેય
આરોપીઓ વિરુધ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.અલબત્ત
કેસ કાર્યવાહી દરમિયાન આરોપી દેવરામ તથા રામવિલાસનું મોત નિપજતાં તેને કેસમાંથી
એબેટ કરીને અન્ય બે આરોપી ભરત મૈસુરીયા તથા યોગેશ પાટીલ વિરુધ્ધના કેસની આજે અંતિમ
સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ફરિયાદપક્ષે એપીપી  કુ.રિન્કુ પારેખ તથા  રાજેશ ડોબરીયાએ કુલ
25 સાક્ષીઓ તથા 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા
ગુનાની ગંભીરતાને લક્ષમાં લઈને આરોપી ભરત ઈશ્વર મૈસુરીયા તથા યોગેશ  ઉર્ફે ભારત મગન પાટીલને હત્યાના ગુનામાં દોષી
ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી હતી.કોર્ટે ભોગ બનનારના વારસોને સરકારની
વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ  હેઠળ વળતર
ચુકવવા ભલામણ કરી છે
.

See also  अहमदाबाद  :  युवक ड्रेनेज लाइन में गिरा या कहीं चला गया? 18 घंटे से कोई पता नहीं

હત્યાનો
મોટીવ સિધ્ધ ન થાય તે બાબત ફરિયાદપક્ષ માટે ઘાતક બનતી નથીઃ કોર્ટ

છ વર્ષ
પહેલાં લિંબાયતમાં ગીત સાંભળવા મોબાઈલ માંગવાના મુદ્દે થયેલી તકરારની અદાવતમાં બનેલા
હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર પૈકી બે આરોપીઓ વિરુધ્ધના કેસમાં આરોપીના બચાવપક્ષે
હત્યાનો હેતુ સંબંધે પુરાવો રેકર્ડ પર ન હોવાનો બચાવ લીધો હતો.જેને કોર્ટે નકારી કાઢી
જણાવ્યુ હતું કે હત્યાના બનાવ પાછળનો મોટીવ સંબંધે કોઈ પુરાવો રેકર્ડ પર ન આવે તે એક
માત્ર બાબત ફરિયાદપક્ષ માટે ઘાતક બનતી નથી.હાલનો કેસ સાંયોગિક પુરાવા આધારિત નથી પણ
દાર્શનિક પુરાવા પર આધારિત છે.આ કેસમાં એક માત્ર નજરે જોનાર સાક્ષીનો વિશ્વસનીય પુરાવાથી
ફરિયાદપક્ષના કેસ અંગે કોઈ શંકા રહેતી નથી.

See also  सूरत :  सर्दी-खांसी हो तो कराएं कोरोना टेस्ट, सूरत नगर पालिका की अपील | सूरत

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read