HomeNewsગર્ભાશયની તકલીફથી પીડાતી સુરતની મહિલાએ આખરે કંટાળી ભર્યું અંતિમ પગલું

ગર્ભાશયની તકલીફથી પીડાતી સુરતની મહિલાએ આખરે કંટાળી ભર્યું અંતિમ પગલું


  • ઓપરેશન માટે એક વર્ષથી પૈસા એકત્ર કરતી હતી મહિલા
  • હજીરા વિસ્તારમાં આવેલા માતા ફળિયામાં બનેલી ઘટના
  • શુક્રવારે રાત્રિના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

ગર્ભાશયના ઓપરેશન માટે છેલ્લા એક વર્ષથી પૈસા એકત્ર કરતી હજીરા, માતા ફળિયાની મહિલાની પીડા વધી જતા કંટાળી જઈ શુક્રવારે રાત્રિના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ હજીરા સ્થિત માતા ફળિયામાં રહેતી આરતીબેન રામધનિ વર્મા (ઉ.વ.33) શુક્રવારે રાત્રે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરતીએ ઘરમાં છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો.

See also  सूरत : शिक्षा मंत्री प्रफुल्लभाई पानशेरिया के प्रयास से हुआ बच्ची का आपरेशन | सूरत

મૃતક આરતી છેલ્લા એક વર્ષથી ગર્ભાશયની તકલીફથી પીડાઈ રહી હતી. જેના ઓપરેશન માટે આરતી અને પતિ રામધની પૈસા એકત્ર કરી રહ્યાં હતાં અને દિવાળી બાદ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ હાલ તેની પીડા વધી જતા કંટાળી જઈ રાત્રે ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું મૃતક આરતીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેણીના પતિ રામધની હજીરાની કંપનીમાં નોકરી કરે છે. બનાવ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read