HomeNewsખટોદરાના કારખાનામાંથી બુકાનીધારી ચોર રોકડા રૂ. 3.25 લાખ ચોરી રફુચક્કર

ખટોદરાના કારખાનામાંથી બુકાનીધારી ચોર રોકડા રૂ. 3.25 લાખ ચોરી રફુચક્કર



– કોઇક જાણભેદુએ ચોરી કર્યાની આશંકા: કારખાનાની પાછળ બારી પાસેથી અંદર પ્રવેશ્યો હતો 

સુરત,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

ખટોદરાના ઇશ્વરનગરમાં આવેલા કારખાનામાં બુકાનીધારી ચોરે કબાટના લોક તોડી રોકડા રૂ.3.25 લાખ લઇ રફુચક્કર થઇ ગયાની ફરીયાદ ખટોદરા પોલીસમાં નોંધાય છે. 

ખટોદરાના દેવચંદ નગરની સામે ઇશ્વરનગરમાં ભાડેથી બ્લાઉઝ મેન્યુફેકચરીંગના કારખાનામાં ચોર ત્રાટકયો હતો. ગત 9 ઓકટોબરે રવિવાર હોવાથી કારખાનું રાતે સાડા નવ વાગ્યાના બદલે સાંજે ૬ વાગ્યે બંધ કરી કારીગર અપુર્બા સરકાર કારખાનું બંધ કરી ચાવી પોતાની સાથે લઇ ગય હતો. બીજા દિવસે કારીગર સુબોધકુમારે કારખાનાનો દરવાજો ખોલ્યો ત્યારે ઓફિસનો કબાટ ખુલ્લો હતો અને કબાટના લોક તૂટેલી હાલતમાં હતા. જેથી સુબોધે તુરંત જ કારખાના માલિક સુરજભાન સુખારામ બોદુરામ લોરા (ઉ.વ. 38 રહે. અંબિકા નગર, પરવટ પાટીયા) ને જાણ કરતા તે દોડી ગયો હતો. તેમણે કબાટ ચેક કરતા તેમાંથી કારીગરોના પગારના રૂ. 3.25 લાખ ગાયબ હતા. જયારે સીસીટીવી ચેક કરતા રાતે ત્રણ વાગ્યાના અરસામાં બુકાનીધારી યુવાન કારખાનાની પાછળ બારી પાસેથી અંદર પ્રવેશતા નજરે પડયો હતો. જેથી કોઇક જાણભેદુએ ચોરી કર્યાની આશંકા વ્યકત કરી હતી.

See also  भरूच  :  चोरी में शामिल सीकलीगर गिरोह के एक सदस्य को दबोचा  | सूरत

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read