HomeNewsખજોદ કચરા પ્લાન્ટમાં આગ ફાટી નીકળી : અડધા કલાકે કાબૂમાં આવી

ખજોદ કચરા પ્લાન્ટમાં આગ ફાટી નીકળી : અડધા કલાકે કાબૂમાં આવી


  • ફાયરના જવાનોએ આગ આગળ પ્રસરતી અટકાવતા મોટી દુર્ઘટના ટળી
  • સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી.
  • કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પાલિકાના ખજોદ સ્થિત કચરા પ્લાન્ટમાં આવેલી મશીનરીમાં બુધવારે બપોરે આગ ફાટી નીકળી હતી. બનાવને પગલે ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગ આગળ કચરામાં પ્રસરતા અટકાવતા મોટી દુર્ઘટના ટળી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ખજોદ ખાતે પાલિકાનો કચરા પ્લાન્ટ આવ્યો છે. અહીં યુનાઈટેડ ફેસિલિટિ એન્ડ લોજીસ્ટીક પ્રા. લી. નામની કંપીનોનો કોન્ટ્રાક્ટ ચાલે છે. દરમિયાન બુધવારે બપોરના સુમારે કચરા પ્લાન્ટમાં આવેલી કંપનીના સોલીડ વેસ્ટ ટ્રોમલ અને તુરૂ મશીનમાં આગ ભડકી ઉઠી હતી. જેની જાણ બપોરે 12:24 વાગે ફાયર બ્રિગેડ કંટ્રોલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

See also  Congress Leader Rahul Gandhi Will Come To Surat On Monday

 ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી, તે સમયે મશીનરી આગમાં સપડાઈ ચૂકી હતી અને કચરુ પણ સળગી રહ્યું હતું. કચરા પ્લાન્ટમાં ફાયરની ગાડી અંદર જતી વખતે ફસાઈ જવાનો ભય હતો. જેથી સાવચેતી પુર્વક ફાયરની ગાડી સ્થળ સુધી લઈ જવાઈ હતી. ત્યારબાદ અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ આગળ કચરામાં પ્રસરતા અટકાવી હતી. આગને કારણે મશીનરીમાં નુકસાન થયું હતું. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ મશીનરીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની શક્યતા નકારી શકાય નહી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read