HomeNewsખંડણી કેસમાં આરોપી સજ્જુ કોઠારીના જામીનની માંગ રદ

ખંડણી કેસમાં આરોપી સજ્જુ કોઠારીના જામીનની માંગ રદ


સહ આરોપીઓને હાઈકોર્ટે શરતી જામીન આપતા સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગ્યા હતા

Updated: Jan 2nd, 2023


સુરત

સહ આરોપીઓને હાઈકોર્ટે શરતી જામીન આપતા સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગ્યા હતા

સુરત
ક્રાઈમ બ્રાંચે બળજબરીથી ખંડણી ઉઘરાવવા તથા જમીન સંબંધી કેસમાં ફરિયાદીને જાનથી મારી
નાખવાની ધમકી આપવાના કેસમાં જેલભેગા કરેલા આરોપી સજ્જુ કોઠારીએ સમન્યાયના સિધ્ધાંત
હેઠળ કરેલી જામીનની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે નકારી કાઢી હતી.

જમીન
સંબંધી કેસમાં ફરિયાદીને ઓફીસમાં બોલાવીને રિવોલ્વર બતાવીને ખંડણી ઉઘરાવવી જાનથી
મારી નાખવાની ધમકી આપવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચે જેલભેગા કરેલા આરોપી મહમદ
સાજુ ગુલામ મહમદ કોઠારી ઉર્ફે સજ્જુ કોઠારી(રે.શાલીમાર એપાર્ટમેન્ટ
, જમરૃખ ગલી નાનપુરા)એ
ચાર્જશીટ બાદ જામીન માટે માંગ કરી હતી.આરોપીના બચાવ પક્ષે મુખ્યત્વે આ કેસના બે સહ
આરોપીઓ સજ્જાદ હુશેન યાસીનઅલી કાપડીયા તથા રઉફખાન પઠાણ દોસમહમદ શેખને ગુજરાત
હાઈકોર્ટે જામીન આપ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના
વિરોધમાં સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ તપાસ અધિકારી જે.એન.ઝાલાની એફીડેવિટ રજુ
કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.ગુજરાત
હાઈકોર્ટે બે સહઆરોપીને આપેલા જામીન અને હાલના આરોપીની ગુનામાં ભુમિકા અલગ અલગ
છે.આરોપી સજ્જુ કોઠારી ગુનાઈત ઈતિહાસ ધરાવતા હોવા ઉપરાંત ગુજસીટોક એક્ટના ભંગ
સહિતના સંખ્યબંધ ગુના નોંધાયા છે.આરોપીએ અગાઉ જામીન શરતનો ભંગ કરીને ગુના આચર્યા
છે.જેથી આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને
કોર્ટે  રેકર્ડ પરના પુરાવા તથા ગુનાની
ગંભીરતાને ધ્યાને લઈને આરોપી સજ્જુ કોઠારીના જામીનની માંગને નકારી કાઢી છે.

See also  चुनाव आयोग की घोषणा के साथ ही आचार संहिता लागू होना शुरू हो गया

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read