HomeNewsકોલેજોમાં વિદ્યાર્થી માટે સાઇબર સિક્યોરિટીનો નવો કોર્સ શરૂ થશે

કોલેજોમાં વિદ્યાર્થી માટે સાઇબર સિક્યોરિટીનો નવો કોર્સ શરૂ થશે


  • આજના ટેક્નોલોજીના યુગમાં અપડેટ થવા યુજીસી સતર્ક
  • બન્ને કક્ષાએ સાઇબર સિક્યોરિટી કોર્સ ભણાવવામાં આવે એ માટેની તાકીદ કરાઇ
  • અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પણ શરૂ થાય એ માટે કવાયત ચાલશે

આજના ટેક્નોલોજીના યુગમાં ઓનલાઇન શિક્ષણની માંડીને ટેક્નોલોજી સાથે સુસંગત હોય એવા ઘણા અભ્યાસક્રમો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવી રહ્યા છે. દરમિયાન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને સતર્ક થવાની સાથે જ તમામ કોલેજો અને યુનિવર્સિટીને સાઇબર સિક્યોરિટીનો અભ્યાસક્રમ શરૂ કરવાનો આદેશ કર્યો છે. સ્નાતક અને અનુસ્નાતક એમ બન્ને કક્ષાએ સાઇબર સિક્યોરિટી કોર્સ ભણાવવામાં આવે એ માટેની તાકીદ કરાઇ છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કોલેજો અને યુનિવર્સિટીને ઉદ્દેશીને પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ, 6 ઓક્ટોબરના રોજ સાઇબર જાગૃતતા દિવસની ઉજવણીના ભાગરૂપે યુજીસી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક એમ બન્ને કક્ષાએ ભણાવી શકાય એવા અભ્યાસક્રમનું લોન્ચિંગ કરાયું છે. યુવાનો વધુમાં વધુ જાગૃત થાય, ડિજિટલ માધ્યમ સંદર્ભે વધુ જવાબદાર બને અને તેના થકી સાઇબર સુરક્ષા વધુ પ્રભાવશાળી બને એ હેતુથી નવા અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. સાઇબર સિક્યોરિટીના મહત્ત્વને ધ્યાનમાં લેતાં દરેક યુનિવર્સિટી અને તેમની સાથે સંલગ્ન કોલેજો, સંસ્થાઓમાં ફરજિયાતપણે સાઇબર સિક્યોરિટીનો અભ્યાસક્રમ શરૂ થાય એ આજના સમયની માંગ છે. નોંધનીય છે કે, હાલમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિભાગો અને કેટલીક કોલેજોમાં સાઇબર સિક્યોરિટીને કેન્દ્રમાં રાખીને સર્ટિફિકેટ કોર્સ ચાલી રહ્યા છે. જેમાં હવે યુજીસીના પરિપત્ર બાદ આવનારા દિવસોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પણ શરૂ થાય એ માટે કવાયત ચાલશે.

See also  Surat: OMG! 6 children were injured when a school bus overturned on Keim-Olpad highway.Surat: OMG! કીમ-ઓલપાડ હાઈવે પર સ્કૂલવાને પલટી મારતા 6 બાળકો થયા ઈજાગ્રસ્ત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read