HomeNewsકોંગ્રેસના સમયમાં વિકાસદર 8.4 ટકા હતો હાલ ઘટીને 4.8 ટકા થઈ ગયો...

કોંગ્રેસના સમયમાં વિકાસદર 8.4 ટકા હતો હાલ ઘટીને 4.8 ટકા થઈ ગયો : અભિષેક મનુ સંઘવી


સુરત,તા.22 ઓક્ટોબર 2022,શનિવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સંઘવી સુરત આવ્યા હતા. તેઓએ કહ્યું હતું  કે ભારત દેશનો વિકાસ દર કોંગ્રેસના સમયમાં જે હતો તેની ઘટીને મોદી સરકારમાં અડધો થઈ ગયો છે. કોંગ્રેસ સતત વિકાસલક્ષી કામગીરી કરતી હતી પરંતુ ભાજપ માત્ર વાતો જ કરી રહી છે.

સુરત આવેલા અભિષેક મનુ સંઘવીએ કહ્યું હતુ કે, ભાજપના શાસનમાં વિકાસ દર સતત ઘટી રહ્યો છે ભાજપ શાસકો માત્ર વાતો જ કરી રહી છે વિકાસ કરી રહી નથી.  દેશમાં જ્યારે  કોંગ્રેસની યુપીએ સરકાર હતી ત્યારે ભારત દેશના વિકાસનો દર 8.4 ટકા હતો. પરંતુ હાલમાં મોદી શાસનમાં આ વિકાસદર ઘટીને 4.8 ટકા થઈ ગયો છે. 2004માં ગરીબી રેખા નીચે જીવતા લોકો લોકોની ટકાવારી 37.2 ટકા હતી. પરંતુ યુપીએ સરકારની સતત વિકાસ લક્ષી કામગીરી ના કારણે 2011માં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સખ્યા ઘટીને 21.9 ટકા થઈ ગઈ હતી. પરંતુ ભાજપની મોદી સરકાર સદંતર નિષ્ફળ રહી છે અને આજે પણ 20.2  ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, સુરત સહિત ગુજરાતની મહાનગરપાલિકાઓનમાં વ્યાપક ભ્કષ્ટાતાર થઈ રહ્યો છે તે દુર કરવું જરૂરી છે. 

See also  सूरत  : एनआरआई मैरिज अवेयरनेस सेमिनार का आयोजन किया गया | सूरत, कारोबार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read