HomeNewsકારીગરો વતન નીકળી રહ્યાં હોવાથી વિવિંગમાં એકમો વહેલાં બંધ થઈ રહ્યાં છે

કારીગરો વતન નીકળી રહ્યાં હોવાથી વિવિંગમાં એકમો વહેલાં બંધ થઈ રહ્યાં છે


-વિવિધ
વિસ્તારોમાં
30-35 ટકા એકમો બંધ, લસકાણા-ડાયમંડ નગર 10 દિવસનું વેકેશન રાખશે, પહેલી પછી શરૃ થશે

સુરત    

દિવાળી
પહેલાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખૂબ જ મંદી છે
, એવી વહેતી થયેલી વાતોને કારણે કારીગર
વર્ગે વતનની વાટ પકડી છે. કારીગરો વતન નીકળી રહ્યાં હોવાને કારણે જ વિવિગના એકમો
વહેલાં બંધ થઈ રહ્યાં છે.

પાછલા
થોડાં દિવસથી કારીગર વર્ગ મોટી સંખ્યામાં વતન નીકળી રહ્યો છે. હજુ પણ નીકળી રહ્યાં
છે. એક અંદાજ પ્રમાણે ૪૦ ટકા કારીગરો સુરત છોડી ચૂક્યાં છે. મુસાફરીના વિકલ્પ
વધ્યાં પછી અને પહેલાં કરતાં વધુ સુવિધાઓ મળી રહી હોવાથી
, કારીગર વર્ગ માટે વતન
નીકળવું હવે વધું આસાન બની ગઈ છે.

See also  અડાજણ રોડ ઉપર દોડતી કારમાં આગ ભભૂકી, બે નો આબાદ બચાવ

અત્યાર
સુધી એવું થતું હતું કે કારખાનેદારો કારીગરોને એકમો ક્યારે બંધ થશે એ અગાઉથી
જણાવતાં હતાં. આ વખતે કારખાનેદારો કશું કહે તે પહેલા જ કારીગર વર્ગે સામેથી જ રજા
લઈને વતન નીકળી જવાનું પસંદ કર્યું છે. નવેમ્બરની ૫મીથી કારીગર પરત થશે. પરંતુ
એકમોને વ્યવસ્થિત રીતે શરુ થતાં બીજા
5-7 દિવસ નીકળી જશે.

શહેરની
વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લાં
2-3 દિવસથી એકમો બંધ થવાનું શરૃ થઈ ગયું છે. અત્યાર સુધીમાં લગભગ 30-35 ટકા એકમો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. કારીગરો 15-17
દિવસનું વેકેશન રાખશે.વતન જવા માટે કારીગરો એટલાં ઉતાવળાં છે કે પૈસા હાથમાં આવે
તેની રાહ જોતાં નથી. કારખાનેદારોને ઓનલાઇન ટ્રાન્સફર આપવાનું જણાવે છે.

See also  108 Staff Deliver Baby In Auto, Save Lives Of Woman, Newborn | Surat

લસકાણા-ડાયમંડ નગરના એકમો દસ દિવસનું વેકેશન રાખશે, પહેલી
પછી શરૃ થશે

કારીગર
વર્ગ આ વખતે રજાના મૂડમાં છે. લસકાણા-ડાયમંડ નગર વિસ્તારના એકમો તા..
23 મી સુધીમાં
સંપૂર્ણપણે બંધ થઈ જશે. અત્યારે ધીમે ધીમે બંધ થવાનું શરૃ થઈ ગયું છે. શુક્રવાર
સુધીમાં
25 ટકા એકમો બંધ થઈ જશે. આ વેળાં કારખાનેદારોએ 10 દિવસનું વેકેશન રાખવાનું નક્કી કર્યું છે, પહેલી
નવેમ્બર પછી રાબેતા મુજબ એકમો શરૃ થશે
, એમ વિવર બાબુભાઈ
સોજીત્રાએ કહ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read