HomeNewsકારખાનેદાર સહિત ત્રણની હત્યાની ઘટના પછી કારીગરોના બાયોડેટા ફરજિયાત લેવા પડશે

કારખાનેદાર સહિત ત્રણની હત્યાની ઘટના પછી કારીગરોના બાયોડેટા ફરજિયાત લેવા પડશે


-કારખાનામાં મજુરી કરતાં કારીગરો આઈડી આપવાનું ટાળે છે, ઘણાં કારીગરો વતનમાં
ગુનો કરી સુરત ભાગી આવતાં હોય છે

સુરત

એમ્બ્રોઇડરી
કારખાનેદાર પિતા-પુત્ર સહિત
3 જણાને કારીગર દ્વારા મોતને ઘાટ ઉતારવાની ગઈકાલની ઘટના પછી, કારીગરોના આધાર-કાર્ડ સહિતના પુરાવા લેવાનું કારખાનેદારોએ હવે ફરજિયાત
કરવું પડશે. કારખાનામાં કામ કરતાં પ્રવાસી કારીગરો આઈડી આપવાનું ટાળતા રહ્યાં છે.

અન્ય
રાજ્યમાંથી નોકરી માટે સુરત આવતાં કારીગરો કોઈપણ ખાતામાં કામ કરતાં હોય
, તેઓ આધાર પુરાવા આપતા
નથી.
100માંથી ઓછામાં ઓછાં 20 થી 25 ટકા કારીગરો એવાં હોય છે કે જેવો વતનમાં કોઈ નાનો-મોટો ગુનો કરીને ભાગીને
સુરત આવીને કામ કરતા હોય છે.

તેજસ (સુરત
ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસો. ઓફ સુરત)એ એમ્બ્રોઇડરી કારખાનેદારોને
છેતરપિંડી તથા ક્રિમિનલ કારીગરો બાબતે જાગૃત તથા મદદરૃપ થવા સભ્યો માટે એક
એપ્લિકેશન બનાવવામાં આવી છે
,
જેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, એમ
એસો.ના કરુણેશ રાણપરિયાએ વાતચીતમાં જણાવ્યું હતું.

See also  गुजरात : ‘द आत्मनिर्भर गुजरात स्कीम्स फ़ॉर असिस्टेंसटु इण्डस्ट्रीज़’ के अंतर्गत राज्य सरकार के साथ कुल 90,665 करोड़ रुपए के 59 एमओयू हुए | गुजरात

-ક્રિમિનલ
કારીગરો અને લેભાગૂ વેપારીઓથી બચાવવા માટે એપ્લિકેશન બનાવવામાં આવી

તેજસ
એસો.ના આશરે
3000થી વધુ સભ્યો છે. એમ્બ્રોઈડરી જોબવર્ક કરતાં કારખાનેદારોને કામકાજમાં
છેતરપિંડી કે ગુનેગાર કારીગરો સાથે પનારો પડતો હોય છે. કારખાનેદાર નાની-મોટી
સમસ્યા કે મુશ્કેલીમાંથી બચી શકે તે માટે ત્રણ ભાષામાં એક એપ્લિકેશન બનાવી છે.
જેના માધ્યમથી
, કોનો (વેપારી કે કારીગર) ટ્રેક રેકોર્ડ સારો
છે
, એ મોબાઇલમાં આંગળીના ટેરવે કારખાનેદારો જાણી શકશે. આ
એપ્લિકેશનના માધ્યમથી તમામ વિગતો જાણી શકાશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read