HomeNewsકાપોદ્રામાં રિક્ષાચાલકે કોન્સ્ટેબલના પગ પર રિક્ષા ચઢાવી દેતા હંગામો

કાપોદ્રામાં રિક્ષાચાલકે કોન્સ્ટેબલના પગ પર રિક્ષા ચઢાવી દેતા હંગામો


  • માથાભારે રિક્ષાચાલકે નો-પાર્કિંગ ઝોનમાં રિક્ષા પાર્ક કરી હતી
  • રિક્ષા પાર્ક કરવાના મુદ્દે રીક્ષા ચાલકે પોલીસ સાથે જીભાજોડી કરી
  • સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધી રિક્ષાચાલકની ધરપકડ

કાપોદ્રા ચાર રસ્તા પર નો-પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરવાના મુદ્દે રિક્ષાચાલકે પોલીસ સાથે જીભાજોડી કર્યા બાદ કોન્સ્ટેબલના પગ પર રિક્ષા ચઢાવી દીધી હતી. કાપોદ્રા પોલીસે સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધી રિક્ષાચાલકની ધરપકડ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે શહેર પોલીસની ટ્રાફિક શાખામાં રિજિયન-1માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપ અન્ય પોલીસકર્મીઓ તથા ટીઆરબી સાથે ગત તા. 2ના રોજ સાંજના સુમારે કાપોદ્રા ચાર રસ્તા પર ફરજ પર હાજર હતા. તેઓ ટ્રાફિકનું સંચાલન કરતા હતા. દરમિયાન એક રિક્ષાચાલકે રિક્ષા નો-પાર્કિંગમાં ઊભી કરી દીધી હતી. પોલીસકર્મીઓએ તે રિક્ષાચાલકને નો-પાર્કિંગમાંથી રિક્ષા ખસેડી દેવા સૂચના આપતા રિક્ષાચાલકે બોલાચાલી શરૂ કરી હતી. તેને રિક્ષા હટાવવા બાબતે પોલીસ સાથે જીભાજોડી કરી સ્થળ પર ભારે હંગામો મચાવ્યો હતો.

See also  Surat: રીચી જો ફાર્મના માલિકો રાતો રાત માલસામાન લઈને મકાન દુકાનને તાળા મારી થઈ ગયા ફરાર

ત્યારબાદ ઇરાદાપૂર્વક રિક્ષા પૂરપાટ હંકારી કોન્સ્ટેબલ જયદીપના પગ પર રિક્ષા ચઢાવી દીધી હતી. જેને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઇ હતી. પોકો જયદીપને પગના ભાગે ઇજા થઇ હતી. આ મામલે પોકો જયદીપે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધી રિક્ષાચાલક જયેશ રણછોડ ભરવાડ (ઉં.વ. 22, રહે. કામરેજ ચાર રસ્તા)ની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read