HomeNewsકાપોદ્રામાં ફટાકડાના કારણે ચાર દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી

કાપોદ્રામાં ફટાકડાના કારણે ચાર દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી


કચરમાં
ફટાકડો પડતા લાગેલી આગે દુકાનોને લપેટમાં લીધી

સુરત :

કાપોદ્રામાં
કચરામાં ફટાકડો પડવાથી લાગેલી આગ વારાફરતી ચાર દુકાન સળગવા લાગતા ભાગદોડ મચી ગઇ
હતી.

ફાયર
બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કાપોદ્રા વિસ્તારમાં આવેલા કુબેરનગરમાં ખાતે ઢાગા
અને દોરાની ત્રણ દુકાન અને બુટ ચંપલની એક દુકાન મળી ચાર કાચી દુકાન આવેલી છે.
તા.૨૫મીની સાંજે દુકાનની પાછળ પડેલા કચરાના ઢગલામાં ફટાકડાના લીધે આગ ભભૂકી ઉઠી
હતી. જેના લીધે આગ ફેલાતા વારાફરતી ચાર દુકાનો ઝપેટમાં આવી ગઈ હતી. જેથી દુકાનમાં
કામ કરતાં વ્યક્તિ સહિતનાઓ બહાર દોડી આવ્યા અને ભારે અફડાતફડી મચી ગઇ હતી. ફાયર
બ્રિગેડને જાણ થતા કાપોદ્રા
,
ઘાંચી શેરી, ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડી સાથે
ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કરતા અડધો
કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગના લીધે બુટ- ચંપલ
, વાયરીંગ,
ડોરા ઢાગા સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ બનાવમાં કોઈ ઈજા
કે જાનહાની થઈ ન હોવાનું ફાયર સુત્રોએ જણાવ્યું હતું.

See also  સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, પીએમ રિપોર્ટમાં થશે સ્પષ્ટતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read