HomeNewsકાપડમાં ખરીદીના અભાવે નાયલોનના વીવર્સ બે દિવસ ઉત્પાદન કાપના રસ્તે

કાપડમાં ખરીદીના અભાવે નાયલોનના વીવર્સ બે દિવસ ઉત્પાદન કાપના રસ્તે


  • પોંગલની ખરીદી પણ 70 ટકા રહેતા વેપારમાં 30 ટકાનો ઘટાડો
  • છ મહિનાથી ધંધામાં ચાલી આવતો મંદીનો માહોલ
  • ઉત્પાદન પર કાપ મુકાતા પરિસ્થિતિ સુધરવાની આશા

આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન હોવા છતાંય કાપડ માર્કેટમાં ઘરાકીના અભાવે નાયલોન યાર્નથી કાપડ બનાવતા વીવર્સ દ્વારા શનિવારે અને રવિવારે કારખાનાઓ બંધ રાખી પ્રોડક્શન પર કંટ્રોલ કરી રહ્યા છે.

દિવાળી પછી અત્યાર સુધી કાપડ માર્કેટમાં ફિનિશ્ડ ફેબ્રિક્સમાં વેપારીઓની ધારણા મુજબ વેપાર શરૂ થયો નથી. સામાન્ય રીતે દર વર્ષે દિવાળી વેકેશન પછી લગ્નસરાની ઘરાકી શરૂ થઇ જાય છે. નવેમ્બરથી માર્ચ સુધી સાડી અને ડ્રેસ સેગમેન્ટ બન્નેમાં સારો વેપાર રહે છે પરંતુ ચાલુ વર્ષે વેપારનો માહોલ જામ્યો નથી. દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પોંગલના તહેવાર માટેની ઘરાકી 30 ટકા ઓછી રહી છે. વેપારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે પોંગલ પર આશરે 1500 કરોડનો વેપાર થાય છે, પરંતુ આ વર્ષે 1000 કરોડ રૂપિયાનો જ વેપાર થયો છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં કમોસમી વરસાદ અને અન્ય કારણોથી વેપાર ઘટયો છે. તે સિવાય પણ લગ્નસરામાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સમાં જે રીતે ઓર્ડર મળવા જોઇએ તેવું નથી. ખાસ કરીને નાયલોન યાર્નથી કાપડની જે ક્વોલિટી બનાવવામાં આવે છે તેમાં ઘરાકી નબળી હોવાથી વીવર્સ માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે.

See also  Surat: યુવકને ટેલિગ્રામ ઉપર લીંક મોકલી પાર્ટ ટાઈમ જોબના નામે લાખોની છેતરપિંડી, જાણો વિગતો 

છ મહિનાથી ધંધામાં ચાલી આવતો મંદીનો માહોલ

કાપડ ઉદ્યોગમાં છેલ્લા છ મહિનાથી મંદીનો માહોલ છે. નાયલોન યાર્નના કાપડમાં પણ ઘરાકી અપેક્ષા કરતાં ઓછી છે. જ્યારે બીજી બાજુ યાર્નની કિંમતો સ્થિર હોય બે દિવસ ઉત્પાદન કાપ કરવાનો નિર્ણય લીધો છે.

ઉત્પાદન પર કાપ મુકાતા પરિસ્થિતિ સુધરવાની આશા

કાપડ માર્કેટમાં માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા બની રહે તે માટે ઉત્પાદન કાપનો નિર્ણય યોગ્ય છે. વીવર્સને પણ આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હાલ દેશભરમાં શિયાળાની મોસમ હોવાથી પણ વેપાર ઘટયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read