HomeNewsકાપડબજારમાં દુકાનોમાં પૂરતો સ્ટોક તૈયાર રાખ્યો છે પણ ઓર્ડરો નથી

કાપડબજારમાં દુકાનોમાં પૂરતો સ્ટોક તૈયાર રાખ્યો છે પણ ઓર્ડરો નથી


Updated: Dec 28th, 2022


-મકરસંક્રાંતિ બાદ લગ્નસરાની સિઝનનો લાભ મળે તેવી ગણતરીથી સ્ટોકનો ખડકલોમિલમાંથી ડિલિવરી પણ લેતા નથી

સુરત

વેપાર
આજે નહીં તો કાલે ચાલશે
,
એવી આશાને આશામાં વેપારીઓ સમય પસાર કરી રહ્યાં છે. થોડી આશા
માંડ-માંડ જાગે છે
, ત્યાં ફરી પાછું ઠપ્પ થઈ જાય છે.
વેપારીઓને સમય પસાર કરવો અઘરો થઈ પડયો છે.

મકરસંક્રાંતિ
પછીની લગ્નસરાની સિઝનનો લાભ મળશે એવી ગણતરી રાખીને વેપારીઓએ મોટાં પ્રમાણમાં તૈયાર
માલનો સ્ટોક દુકાનોમાં કર્યો છે. દુકાનોમાં સ્ટોક ખૂબ જ હોવાથી મિલોમાંથી ડીલીવરી
પણ વેપારીઓ લેતાં નથી. માલ મુકવાની જગ્યા નથી. આજ સ્થિતિ વિવર
, પ્રોસેસર્સ અને
એમ્બ્રોઇડરી જોબવર્કરોની છે

કામકાજ
આગળ વધશે એવી આશા છે
, પરંતુ એવા કોઈ સંકેતો નથી. તેથી ચિંતા પણ થઈ રહી છે. મૂડી બ્લોક થઈ છે,
તો બહારગામથી પેમેન્ટ પણ સમયસર આવતું નથી. તે પણ એક મોટી સમસ્યા છે.
વિવર માલ લખાવવા કે તાકા મોકલવા માટે ફોન કરે ત્યારે
, વેપારી
જુનો માલ હજુ નીકળ્યો નથી
, એમ જણાવે છે.

See also  મારા અસીલનો ઈરાદો ફરિયાદી કે અન્ય કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો

કાપડ
બજારના મોટાભાગના વેપારીઓ પાસે કામ નથી. જોકે
, ફેન્સી પ્રોડક્ટની જગ્યાએ પ્લેઇન
ફેબ્રિકના વેપારીઓ પાસે કામકાજો છે. સારું ચાલી રહ્યું છે. પ્લેઇનની અમુક
ક્વોલિટીઓ જોરમાં છે
, અને તેને કારણે થોડાં ભાવ પણ વધી ગયાં
છે. હાલમાં કામકાજો નથી
?. આમછતાં, સારાં
કામકાજની ઉમ્મીદ વેપારીઓની છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read