HomeNewsકાકાની પુત્રી સાથે પ્રેમસંબંધ રાખનાર યુવકની હત્યા કરનારને આજીવન કેદ

કાકાની પુત્રી સાથે પ્રેમસંબંધ રાખનાર યુવકની હત્યા કરનારને આજીવન કેદ


પિતરાઈ બહેનના મરનાર યુવક સાથે પ્રેમસંબંધ નાપસંદ કરનાર આરોપી અશરફ શેખને તેના કાકાએ ઘરમાંથી કાઢી મુક્યો હતો

Updated: Jan 19th, 2023


સુરત

પિતરાઈ બહેનના મરનાર યુવક સાથે પ્રેમસંબંધ નાપસંદ કરનાર આરોપી અશરફ શેખને તેના કાકાએ ઘરમાંથી કાઢી મુક્યો હતો

પાંચ
વર્ષ પહેલાં ઉન ભીંડી બજાર ખાતે પોતાની પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ રાખનાર યુવકની
છરી મારીને હત્યા કરનાર આરોપી યુવકને આજે એડીશ્નલ સેશન્સ જજ અનિલ આર.મલેકે દોષી
ઠેરવી આજીવન કેદ
,રૃ.25 હજાર દંડ ન ભરે તો વધુ છ મહીનાની કેદ તથા
આરોપીએ ભરેલા દંડની રકમમાંથી ભોગ બનનારના પરિવારને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો
છે.

મૂળ
ઉત્તરપ્રદેશના સંતકબીરનગર જિલ્લાના વતની તથા ઉન ભીંડી બજાર ખાતે રહેતા  ફરિયાદી મોહમદ રિયાઝ મોહમદ અતીકુરહેમાન તા.
19-6-2018ના રોજ પોતાના
મિત્ર
21 વર્ષીય મોહમદ ફૈયાઝ મોહમદ ફૈહીમ મન્સુરી
(રે.તસ્લીમાનગર
,ભીંડી બજાર ઉન)સાથે એકટીવા પર બેસીને જાહેર
રોડ પરથી પસાર થતા હતા.જે દરમિયાન
19 વર્ષીય આરોપી મોહમદ
અશરફ અબુબકર શેખ(રે.મોહમદીનગર ઉન પાટીયા)એ એકટીવા ઉભી રખાવી હતી.આરોપીના કાકાની
પુત્રી સાથે મરણ જનાર મોહમદ ફૈયાઝ મન્સુરીને પ્રેમ સંબંધ પસંદ ન હોવાથી આરોપીએ છરી
વડે જીવલેણ ઘા મારીને તેની હત્યા કરી હતી. જે અંગે ફરિયાદીએ સચીન જીઆઈડીસી
પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધપકડ થઇ હતી. અત્રે નોંધનીય છે કે ગુનાની તપાસ
દરમિયાન આરોપીએ પોતાની પિતરાઈ બહેનના પ્રેમ સંબંધ અંગે તેને કાકાને જાણ કરતાં આ
મામલે બોલાચાલી થવાથી તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો.

See also  सूरत : जेम एंड ज्वैलरी एक्सपोर्ट प्रमोशन काउंसिल के अग्रणियों ने केंद्रीय मंत्रियों से बजट में डायमंड से ड्यूटी घटाने की पेशकश की 

ચારેક
વર્ષોથી કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતા આરોપી વિરુધ્ધના કેસની આજે અંતિમ
સુનાવણી હાથ ધરાઇ હતી. સરકારપક્ષે એપીપી નીતીન ચોડવડીયાની રજૂઆતો બાદ કોર્ટે આરોપી
મોહમદ અશરફ શેખને હત્યાના ગુનામાં દોષી ઠેરવી સજાનો હુકમ મુલત્વી રાખ્યો હતો. જેથી
આરોપીના બચાવપક્ષે આરોપી છેલ્લાં ચાર વર્ષ છ માસથી જેલવાસ દરમિયાન ગ્રેજ્યુએશન
પુરું કર્યું હોઈ પ્રથમ ગુનો હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી. જેના વિરોધમાં
સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીની જેમ મરનાર પણ યુવાન હોઈ માત્ર એક જ ઘા મારીને
મરનારની હત્યા કરી છે. આરોપી સામે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ મહત્તમ સજા
કરવા માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read