HomeNewsકર્મચારીઓને શ્રમ કાયદાનો લાભ નહીં આપનારી હીરા કંપનીઓ સામે ફરિયાદ

કર્મચારીઓને શ્રમ કાયદાનો લાભ નહીં આપનારી હીરા કંપનીઓ સામે ફરિયાદ


  • ડાયમંડ વર્કર યુનિયને છેલ્લા ત્રણ મહિનામાં કાર્યવાહી કરી
  • 23 કેસોમાં કંપની સંચાલકો સામે ફરિયાદો કરવામાં આવી
  • મજૂર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કુલ 25 કંપની સામે કેસ

હીરા ઉદ્યોગમાં દિવાળીનું વેકેશન જાહેર થઇ ગયું છે ત્યારે કેટલાક કારખાનેદારો રત્નકલાકારોને બોનસ અને શ્રમ કાયદાની પેટે વિવિધ યોજનાઓનો લાભ નહીં આપતા હોવાનો આરોપ મૂક્યો છે. આ તમામ બાબતો અંગે રજૂઆત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વારંવાર કરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામા પગાર, બોનસ અને ગ્રેચ્યુઇટી નહીં આપવા સહિતની 25 ફરિયાદો લેબર ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે. જેના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હીરાઉદ્યોગમાં કેટલાક યુનિટોમાં રત્નકલાકારોને બોનસ, ગ્રેચ્યુઇટી અને હક્કરજા સહિતના લાભો નહીં આપતા હોવા અંગેની ફરિયાદો યુનિયન દ્વારા મુખ્યમંત્રીને પણ કરવામાં આવી હતી. હીરાઉદ્યોગમાં કેટલાક ઉદ્યોગકારો દ્વારા રત્નકલાકારોનું શોષણ કરવામં આવે છે તેવા આરોપ સાથે યુનિયન દ્વારા છેલ્લા 3 મહિના આંકડા જારી કરવામાં આવ્યા હતા. જેમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કુલ 25 કંપની સામે કેસ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. 23 કેસોમાં કંપની સંચાલકો દ્વારા રત્નકલાકારોને પગાર બાબતમાં વિવાદની ફરિયાદો કરવામાં આવી છે. તે સિવાય અમુક કેસોમાં રત્નકલાકારોના પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાંય ગ્રેચ્યુઇટી નહીં આપવા બાબતે પણ લેબર ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરવામાં આવી છે.

See also  કચરામાંથી ખાતર બનાવનાર એજન્સીને નવો ઇજારો આપવા પર શાસકોની બ્રેક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read