HomeNewsકમૌસમી વરસાદ અને વાવાઝોડાને કારણે બહારગામનું ડિસ્પેચિંગ અડધું

કમૌસમી વરસાદ અને વાવાઝોડાને કારણે બહારગામનું ડિસ્પેચિંગ અડધું


-કાપડબજારમાં
ગઈ સિઝન કરતાં
, આ વેળા દિવાળી પછી કામકાજ અડધું થઈ ગયું છે, ટ્રક
ભરાય એટલો માલ આવતો નથી

સુરત

દેશના
કેટલાક ભાગોમાં કમૌસમી વરસાદ અને દક્ષિણના રાજ્યોમાં વાવાઝોડાને કારણે બહારગામ
માટેનું ટેક્સટાઇલ ગુડ્સનું ડિસ્પેચિંગ અડધું જેવું થઈ ગયું છે. ટ્રાન્સપોટર્સ
પાસે પાર્સલોની આવક ઓછી હોવાથી ગાડીઓ નીકળતી નથી.

કાપડબજારનો
વેપાર ચૂંટણી પછી આગળ વધશે એવી આશા ઉપર પાણી ફરી રહ્યું છે. કાપડ બજારના વેપારીઓ
પાસે બહારગામના ઓર્ડરો નથી સિઝન આડે માત્ર મહિનો બાકી છે અને કોઈ ખરીદી નહીં
હોવાથી પોંગલની સીઝન ફેઇલ થઈ હોવાનો ગણગણાટ શરૃ થઈ ગયો છે.

વાતાવરણમાં
એકાએક આવેલાં પલટા અને કમૌસમી વરસાદ તથા તટીય વિસ્તારમાં ત્રાટકેલા વાવાઝોડાએ છૂટક
વેપારને સીધી અસર કરી છે. ટેક્સટાઇલ ગુડસના ડિસ્પેચીગ સાથે સંકળાયેલાં
ટ્રાન્સપોર્ટમાં જણાવ્યું કે
,
ગઈ સિઝન કરતાં, આ વેળા દિવાળી પછી કામકાજ તદ્દન
જ અડધું થઈ ગયું છે.

See also  In Surat, the child reached Nandubar while playing in the train, the police found the child.ઉધનામાં બાળક રમતા-રમતા ટ્રેનમાં બેસી નંદુબાર પહોંચી ગયો,પોલીસે શોધ્યુ બાળકને

ટ્રાન્સપોર્ટર્સના
ગોડાઉન ઉપર પાર્સલોની આવક ઓછી થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટર્સ ટ્રકો ભરી રવાના કરે છે.
ડિસેમ્બર મહિનામાં છેલ્લાં
15 દિવસમાં કેટલાક ટ્રાન્સપોર્ટર્સે માંડ 30 ગાડીઓ
રવાના કરી છે. પાર્સલો ગોડાઉન પર ભેગાં થાય તે પછી
, ગાડીઓમાં
ભરવાનું ચાલુ કરવામાં આવે છે. ગાડી ભરાય તેટલો માલ આવે પછી જ પાર્સલો ચડાવવામાં
આવે છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read