HomeNewsકતારગામ નંદુડોશીના વેપારી સાથે ઠગાઇ: વેપારીએ આંગડીયામાં મોકલાવેલા રૂ. 96 લાખના હીરા...

કતારગામ નંદુડોશીના વેપારી સાથે ઠગાઇ: વેપારીએ આંગડીયામાં મોકલાવેલા રૂ. 96 લાખના હીરા બારોબાર દલાલે બારોબાર વેચી દીધા


– મુંબઇ ઓફિસથી હીરા મોકલાવ્યા અને આંગડીયામાંથી છોડાવી વેચી દીધાઃ પેમેન્ટની ઉઘરાણી કરતા દલાલે કહ્યું મારે દેવું થઇ ગયું હતું તે ભરપાઇ કર્યુ છે

સુરત
કતારગામ નંદુડોશીના હીરા વેપારીએ મુંબઇ ઓફિસથી આંગડીયા મારફતે મોકલાવેલા રૂ. 96 લાખના હીરા બારોબાર વેચી દઇ પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કરનાર હીરા દલાલ વિરૂધ્ધ કતારગામ પોલીસમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાય છે.
કતારગામ-સીંગણપોર રોડ સ્થિત ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા હીરા વેપારી અલ્પેશ પ્રેમજી અણધણ (ઉ.વ. 42) કતારગામ નંદુડોશીની વાડી સ્થિત બજરંગ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવે છે. અલ્પેશ કતારગામ ઉપરાંત મુંબઇમાં પણ હીરાનો ધંધો કરે છે. મુંબઇ ખાતેથી હીરા ખરીદી અલ્પેશ આંગડીયા મારફતે હીરા દલાલ અલ્પેશ ઉર્ફે મોદી બાબુલાલ શાહ (ઉ.વ. 46 રહે. સિધ્ધાર્થ વીલા, દીપા કોમ્પ્લેક્ષ, દરગાહની સામે, અડાજણ) ને મોકલાવતો હતો. અલ્પેશ ઉર્ફે મોદી આંગડીયામાંથી હીરા છોડાવી વેચાણ કર્યા બાદ પેમેન્ટ આંગડીયાથી મોકલી આપતો હતો.

See also  गुजरात : विधानसभा में विधायकों का प्रशिक्षण प्रारंभ,  लोकसभा अध्यक्ष ओम बिरला ने किया उद्घाटन

છેલ્લા ઘણા સમયથી વેપારી અલ્પેશ અણધણ અને દલાલ અલ્પેશ ઉર્ફે મોદી વચ્ચે ધંધાકીય વ્યવહાર ચાલી રહ્યા હતા. પરંતુ ગત 25 ઓગસ્ટથી 27 સપ્ટેમ્બર દરમિયાન દલાલ અલ્પેશ ઉર્ફે મોદીએ વેપારી અલ્પેશ અણધણે આંગડીયામાં મોકલાવેલા કુલ રૂ. 96 લાખના હીરા છોડાવ્યા હતા અને બજારમાં વેચાણ પણ કરી દીધા હતા. પરંતુ પેમેન્ટ સમયસર ચુકવ્યું ન હતું. જેથી વેપારી અલ્પેશ અણધણે દલાલ અલ્પેશ ઉર્ફે મોદી પાસે ઉઘરાણી કરતા શરૂઆતમાં વાયદા કર્યા હતા. ત્યાર બાદ અલ્પેશ ઉર્ફે મોદીએ મારે દેવું થઇ ગયું હતું એટલે હીરા વેચાણના પેમેન્ટ થકી દેવુ ભરપાઇ કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read