HomeNewsકડોદરા રોડ પર કટ કેમ મારો છો કહી બોલેરો ચાલક સાથે ઝઘડો...

કડોદરા રોડ પર કટ કેમ મારો છો કહી બોલેરો ચાલક સાથે ઝઘડો કરી અજાણ્યો મોપેડ ચાલક નજર ચૂકવી રૂ.21,800 સેરવી ફરાર થઈ ગયો



– મહારાષ્ટ્રથી ફલાવર ભરી સુરત આવેલો બોલેરો પીકઅપ વાન માલિક અને ક્લીનર પાંચ દિવસ અગાઉ વતન પરત જતા હતા ત્યારે ઘટના બની હતી 

– ક્લીનર સાઈડના ડ્રોઅરમાં ભાડાના રૂ.18 હજાર અને ડીઝલના રૂ.3800 મુક્યા હતા 

સુરત,તા.19 ઓક્ટોબર 2022,બુધવાર 

સુરતના કડોદરા રોડ પર કટ કેમ મારો છો કહી  બોલેરો ચાલક સાથે ઝઘડો કરી અજાણ્યો મોપેડ ચાલક નજર ચૂકવી રૂ.21,800 સેરવી ફરાર થઈ ગયો હતો.મહારાષ્ટ્રથી ફલાવર ભરી સુરત આવેલો બોલેરો પીકઅપ વાન માલિક અને ક્લીનર પાંચ દિવસ અગાઉ વતન પરત જતા હતા ત્યારે ઘટના બની હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહારાષ્ટ્રના વાસીમ જીલ્લાના સીંગનાપુર ગામમાં રહેતો અને પોતાની બોલેરો પીકઅપ વાન ભાડેથી ફેરવતો 26 વર્ષીય સલમાન રહેમાન સૈયદ ગત 13 મી ના રોજ પીકઅપ વાનમાં કારંજાથી ફ્લાવર ભરી ક્લીનર શરદ યુવરાડે સાથે સુરત સરદાર માર્કેટમાં ડિલિવરી આપવા નીકળ્યો હતો.બીજા દિવસે મળસ્કે ફ્લાવર ખાલી કરાવી ભાડાના રૂ.18 હજાર લઈ બપોર સુધી આરામ કરી સલમાન અને ક્લીનર શરદ મહારાષ્ટ્ર જવા ત્રણ વાગ્યે નીકળ્યા હતા.તેઓ 3.30 ના અરસામાં સારોલી શ્યામ સંગીનીથી આગળ કડોદરા તરફ જતા 500 મીટરના અંતરે રોડ ઉપર અંબિકા પેટ્રોલિયમની પહેલા પહોંચ્યા ત્યારે નંબર વિનાના એક્ટીવા ઉપર આવેલા અજાણ્યાએ તેમને આંતરી પીકઅપ વાન અટકાવી હતી.

See also  दिशा पटानी का नया टैटू बना चर्चा का विषय, सोशल मीडिया पर वीडियो वायरल | मनोरंजन News

અજાણ્યો ક્લીનર સાઇડે આવ્યો હતો અને દરવાજો ખોલી કટ કેમ મારે છે કહી ઝઘડો કર્યો હતો.સલમાને કટ મારી નથી કહી તેની સાથે વધુ લમણાઝીંક કરી નહોતી અને પીકઅપ વાન આગળ ચલાવી હતી.થોડે દૂર પેટ્રોલ પંપ પાસે ડીઝલ ભરવા તેઓ થોભ્યા ત્યારે ક્લીનર સાઈડના ડ્રોઅરમાં મુકેલા  ભાડાના રૂ.18 હજાર અને ડીઝલના રૂ.3800 નજરે ચઢ્યા નહોતા.અજાણ્યો યુવાન જ ઝઘડાના બહાને નજર ચૂકવી રૂ.21,800 સેરવી ગયાની ફરિયાદ સલમાને ગતરોજ સારોલી પોલીસ મથકમાં નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read