HomeNewsકચરામાંથી ખાતર બનાવનાર એજન્સીને નવો ઇજારો આપવા પર શાસકોની બ્રેક

કચરામાંથી ખાતર બનાવનાર એજન્સીને નવો ઇજારો આપવા પર શાસકોની બ્રેક


  • દોઢ લાખ ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ બાકી હોય નવો ઇજારો નહીં અપાયો
  • 13.96 કરોડના ખર્ચે કામગીરી કરાવવા શાસકોની મંજૂરી માંગવામાં આવી હતી
  • કોન્ટ્રાક્ટ મુજબ પહેલા જૂનું કામ પૂરું કરો, પછી નવું કામ આપવા શાસકોનો નિર્ણય

ખજોદ સ્થિત સોલિડ વેસ્ટ લેન્ડફીલ સાઇટ ઉપર નબળી કામગીરી કરવા છતાં વધુ પાંચ લાખ મેટ્રીક ટન કચરાના પ્રોસેસિંગનો કોન્ટ્રાક્ટ મેળવવા તલપાપડ થયેલી એજન્સીને શાસકોએ લપડાક મારી છે. યુનાઇટેડ ફેસીલીટીસ લોજીસ્ટીક પ્રા.લિ.ને રૂપિયા 13.96 કરોડના ખર્ચે વધુ એક વર્ષ માટે પાંચ લાખ મે.ટન કચરો આપવા રજૂ થયેલી દરખાસ્તને સ્થાયી સમિતિએ બ્રેક મારી છે. દોઢ લાખ મેટ્રીક ટનનું બાકી રહેલું જૂનું કામ પૂરું કર્યા બાદ નવા કોન્ટ્રાક્ટ અંગે વિચારણા કરવા શાસકોએ નિર્ણય લીધો હતો.

See also  સુરતમાં ડભોલીના જાહેર રસ્તા પર ઉભરાતી ગટરની સમસ્યા દૂર ન થતાં જાહેરમાં ગંદકી

ગુજરાતમાં ચૂંટણીના કાઉનડાઉન વચ્ચે પાલિકામાં મંગળવારે સ્થાયી સમિતિની સંભવત અંતિમ બેઠક મળી હતી. બેઠકમાં કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામો મંજૂરી માટે રજૂ કરાયા હતા. બેઠક અંતર્ગત ખજોદ લેન્ડફિલ સાઇટ ઉપર કચરામાંથી ખાતર બનાવતા ઇજારદાર યુનાઇટેડ ફેસીલીટીસ લોજીસ્ટીક્સ પ્રા.લિ.ને વધુ એક વર્ષ દરમિયાન પાંચ લાખ મે.ટન કચરો આપવા દરખાસ્ત રજૂ થઇ હતી. રૂપિયા 13.96 કરોડના ખર્ચે કામગીરી કરાવવા શાસકોની મંજૂરી માંગવામાં આવી હતી. આ કામ ઉપર બેઠક અંતર્ગત શાસકોએ બ્રેક મારી હતી. એજન્સી દ્વારા ખજોદ ખાતે થઇ રહેલી કામગીરીનો ટ્રેક રેકોર્ડ તપાસવામાં આવ્યો હતો. તપાસમાં એજન્સી દ્વારા થઇ રહેલી કામગીરી નબળી કહો કે સંતોષકારક જણાય આવી ન હતી. દોઢ લાખ મેટ્રીક ટન કચરાનું પ્રોસેસિંગ ઓક્ટોબર માસના અંત સુધીમાં હજી પેન્ડિંગ હોવાનું જણાય આવ્યું હતું.

See also  ઘરની બહાર જવા અંગે પિતાએ ઠપકો આપતા 18 વર્ષની પુત્રીએ ફાંસો ખાધો

રનીંગ કોન્ટ્રાક્ટની કામગીરી સમયસર પૂરી કરવામાં સફળ નહીં નીવડેલા ઇજારદારે પ્રોસેસિંગ અર્થે લેવામાં આવનારા ઘનકચરાના જથ્થા ઉપર માસિક ધોરણે નિયમિતપણે બીલની રકમમાં 40 ટકા ચુકવણી કરવા અંગે પણ માંગણી કરી હતી. આ મુદ્દો પણ શાસકોએ બેઠક અંતર્ગત ફગાવી દીધો હતો. એજન્સી સાથે અગાઉના ધારાધોરણો મુજબ થયેલા કોન્ટ્રાક્ટ પ્રમાણે કામગીરી પૂરી કરવામાં આવે ત્યારબાદ જ નવેસરથી નવા કામ અંગે વિચારણા કરવામાં આવશે. તેવું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. આ સાથે જ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્ત ઉપર બ્રેક મારી દેવાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read