HomeNewsઔદ્યોગિક વસાહતોમાં દિવાળીની રજામાં પોલીસ પેટ્રોલિંગની માંગણી

ઔદ્યોગિક વસાહતોમાં દિવાળીની રજામાં પોલીસ પેટ્રોલિંગની માંગણી


-80 ટકા વિવિંગ એકમો સંપુર્ણ બંધ ઃ મોટાભાગના કારખાનેદારો પાસે એક મહિનાનો
તાકાઓનો સ્ટોક પડયો છે

સુરત,

છેલ્લાં
એક દશકમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે દિવાળી પહેલાં કારખાનેદારોઓને પોતાનાં એકમો
બંધ કરવા પડી રહ્યાં છે. શહેરના
80 ટકા વિવિગના એકમો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયાં છે. એકમોની સુરક્ષા માટે પોલીસ
પેટ્રોલિંગની માંગ કારખાનેદારોની છે.

દિવાળી
પહેલાં જ કારખાનેદારો રજાના મૂડમાં છે. દિવાળી પછી સારા મુરતમાં કામકાજ શરૃ કરવાનો
ઇરાદો કારખાનેદારોનો છે. સામાન્ય રીતે લાભ પાંચમના મુરત કરવામાં આવતાં હોય છે.
પરંતુ પંચક અને ક્ષય તીથિને કારણે સાતમના દિવસે મુરત કરશે
, એમ વિજય માંગુકિયાએ
વાતચીતમાં જણાવ્યું હતું.

ટેક્સટાઇલ
ઉદ્યોગમાં આવેલી ઘેરી મંદીને કારણે કારખાનેદારોને દિવાળી પહેલાં જ વેકેશનનો નિર્ણય
લેવો પડયો છે. આવું પાછલાં થોડાં વર્ષોમાં પહેલી વખત બન્યું છે. ગ્રેની ખરીદી
છેલ્લાં ઘણાં દિવસોથી અટકી ગઈ હતી. માલ વેચાતો નહીં હોવાથી કારખાનેદારોની ચિંતા
વધી ગઈ હતી.

See also  તા.1 નવેમ્બરથી પંપ ડિલરો સીએનજીનું વેચાણ અચોક્કસ સમય સુધી બંધ કરશે

શહેરના
મોટાભાગના કારખાનેદારો પાસે
20 દિવસથી લઈને એક મહિનાનો ગ્રેનો સ્ટોક વેચાયા વગરનો પડયો છે. દિવાળી પછી
એકમો સંપૂર્ણ શરૃ થયાં પછી પણ પ્રોડક્શનને વ્યવસ્થિત થતાં
15-20 દિવસ નીકળી જશે. દિવાળી પછી કારીગરોની ખેંચ પણ પ્રોડક્શનને અસર કરશે.
મોટી સંખ્યામાં કારીગરો દિવાળી ઉજવણી માટે વતન ગયાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read