HomeNewsઐતિહાસિક મહત્વ ધરાવતા સુરતના પેટાળમાં અનેક વારસો ધબરાયેલો છે

ઐતિહાસિક મહત્વ ધરાવતા સુરતના પેટાળમાં અનેક વારસો ધબરાયેલો છે



– એક સમયે કિલ્લામાં દુશ્મન સામે લડવા 35 તોપ હતી હાલ કિલ્લામાં 21 તોપ મુકવામાં આવી છે

– ડક્કા ઓવારા, નદીના કાંઠે અને હવે ફુરજા વિસ્તારમાંથી જમીનમાં દટાયેલી તોપ મળી આવી છે : હજી પણ કિલ્લાના 14 ગન પોકેટ પર તોપની જગ્યા ખાલી છે

સુરત,તા.22 ડિસેમ્બર 2022,ગુરુવાર

ઐતિહાસિક મહત્વ ધરાવતા સુરતના પેટાળમાં અનેક વારસો ધેરાયેલો છે હાલમાં મેટ્રોની કામગીરી દરમિયાન સુરતના ચોક બજાર ફુરજા વિસ્તારમાંથી તોપના મોટા ત્રણ નાળચા મળી આવ્યા બાદ ફરી એક વાર કિલ્લાનો ઇતિહાસ જીવંત થયો છે. ભુતકાળમાં કિલ્લા પર દુશ્મનોનો સામનો કરવા માટે 35 તોપ મુકવામાં આવતી હતી. હાલમાં કિલ્લાના રિસ્ટોરેશન કરવામા આવ્યું છે તેમાં હજુ પણ 14 ગન પોકેટ પર તોપ માટેની જગ્યા ખાલી છે. તેથી કિલ્લાની આસપાસના વિસ્તારમાં હજુ પણ તોપ હોવાની શક્યતા નકારી શકાતી નથી.

See also  લીંબાયતમાં પાડોશી યુવાને છેડતી કર્યા બાદ 17 વર્ષની તરુણીએ ભૂલથી ફિનાઈલ પી લીધું

મેટ્રો સીટી તરફ હરણફાળ ફરી રહેલા સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. મેટ્રોની કામગીરી દરમિયાન કાલે ચોક બજાર ડીસીબી ફુરજા પાસે ખોદાણ દરમિયાન સાત ફૂટની લંબાઈ ધરાવતા તોપના ત્રણ નાળચા મળી આવ્યા છે. સરકારના નિયમ મુજબ આ તોપનો કબજો જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યા છે. ત્યાર બાદ સુરતના ઐતિહાસિક કિલ્લામાં મુકવામાં કલેક્ટરમાં રજુઆત કરવાની રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી મળ્યે હાલ કિલ્લાના રિસ્ટોરેશન કરવામા આવ્યું છે તેમાં આ તોપ મુકવામાં આવશે.

ભવ્ય ભૂતકાળ ધરાવતા સુરત શહેરમાં તાપી નદીના કિનારેથી 84 દેશોમાં વેપાર થતો અને આ બંદર પર 84 દેશના વાવટા ફરકતા હતા. સુરતની સમૃદ્ધિ સાથે અનેક લોકોએ આક્રમણ કર્યું હતું. સુરતને આક્રમણથી બચાવવા માટે શહેરની ફરતે કોટ બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત તાપી નદીના કિનારે ચોક બજારમાં કિલ્લો બનાવવામાં આવ્યો હતો.આ સમયે દુશ્મનો સામે ઝીંક ઝીલવા માટે કિલ્લામાં કુલ્લે 35 તોપ મુકવામાં આવતી હતી. જે પૈકી હાલ 21 તોપ કિલ્લાના રિસ્ટોરેશન બાદ જોવા મળી રહી છે. હજી પણ કિલ્લાના 14 ગન પોકેટ્સ એવા છે જેમાં તોપની જગ્યા છે પરંતુ તોપ ગાયબ છે. હવે ખાલી પડેલા 14 ગન પોકેટમાં સરકારની મંજૂરી બાદ આ ત્રણ તોપના નાળચા મુકવામાં આવશે. 

See also  Since Three Day E Missing Nurse Commit Suicide In Ahmedabad Sms Hospital

સુરત શહેરનો ઐતિહાસિક વારસો પણ ખુબ જ સમૃદ્ધ છે. એક તબક્કે દુનિયાભરમાં વેપારીઓમાં આર્થિક તબક્કે અગ્રસ્થાન ધરાવતા સુરતનો ઐતિહાસિક વારસો પણ ભવ્ય છે. આ પહેલાં સુરતમાં તાપી નદી પર પાળા બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે તાપી નદીના તટમાંથી એક તોપ મળી આવી હતી. આ ઉપરાંત ડક્કા ઓવારા ખાતેથી પણ બે તોપ ભુતકાળમાં મળી આવી હતી. હવે ચોક બજાર ફુરજા પાસેથી ત્રણ તોપ મળી આવતાં કિલ્લામાં આ તોપ મુકવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read