HomeNewsએડવોકેટ વિરેન્દ્રસિંહ સેવણીયા હત્યા કેસમાં પત્નીની જામીન અરજી ફગાવાઈ

એડવોકેટ વિરેન્દ્રસિંહ સેવણીયા હત્યા કેસમાં પત્નીની જામીન અરજી ફગાવાઈ


  • કોર્ટે હત્યારી પત્નીની જામીન અરજી ફગાવી
  • પત્ની ડિમ્પલે પ્રેમી સાથે મળી હત્યા કરી હતી
  • પીએમ રિપોર્ટમાં હત્યા થયાનું સામે આવ્યું હતું

સુરતના ચકચારી એડવોકેટ વિરેન્દ્રસિંહ સેવણીયાની હત્યા કેસમાં આરોપી અને મૃતકની પત્ની ડિમ્પલની જામીન અરજીને લઈને સુનાવણી થઇ હતી. કોર્ટે સુનાવણી બાદ એડવોકેટની પત્નીની જામીન અરજી ફગાવી દીધી હતી.

કેસની વિગતો મુજબ, ગત 8 જુનના રોજ સુરતમાં એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા વિરેન્દ્રસિંહ સેવણીયાની હત્યા કરી દેવામાં આવી હતી. પતિની હત્યાના કેસમાં પોલીસે તેની પત્ની ડિમ્પલની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે ડિમ્પલે પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની કરપીણ હત્યા કરી નાખી હતી.

ડિમ્પલ ઉમરાછી ગામે ગાંધી આશ્રમમાં કામ કરતી હતી અને તેને ગાંધી આશ્રમના સંચાલક હેમંત શર્મા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આશ્રમ સંચાલક સાથેના પ્રેમ પ્રકરણમાં પતિ આડખીલી રૂપ જાણતા પત્નીએ આશ્રમના સંચાલક અને હત્યામાં સહઆરોપી પ્રેમી હેમંત શર્મા સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. પોલીસથી બચવા માટે પત્ની અને તેના પ્રેમીએ હત્યાને અકસ્માત મોતમાં ખપાવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનો ખુલાસો થતાં પત્ની અને તેના પ્રેમીનો ભાંડો ફૂટી ગયો હતો.

See also  સુરતની મહિલા ડાયરેક્ટર સાથે આકાશ અંબાણીના નામે ફેક આઇડી બનાવી લાખોની ઠગાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read