HomeNewsઉધનાના રત્નકલાકાર સહિત સુરતમાં ત્રણ વ્યક્તિના આપઘાત

ઉધનાના રત્નકલાકાર સહિત સુરતમાં ત્રણ વ્યક્તિના આપઘાત


Updated: Jan 6th, 2023

રત્નકલાકારને
કોઇ કારણે ટેન્શન હતું
, માનદરવાજાના પ્રૌઢે પાંચ મહિનાથી શુગરની બિમારી હતી

 સુરત, :

સુરતમાં
આપધાતના ત્રણ બનાવમાં માનદરવાજામાં બિમારીના લીધે પ્રોઢ તથા કોઇ કારણસર ટેન્શનમાં ઉધનામાં
રત્નકલાકારનો અને ઉત્રાણમાં લારી ચલાવતો યુવાને આત્મહત્યા કરી હતી.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ માનદરવાજામાં પદમાનગરમાં રહેતા ૫૫ વર્ષીય યુસુફ અયુબ ખાન
ગુરુવારે બપોરથી સાંજ દરમિયાન ઘરમાં લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા
કરી હતી. પોલીસે કહ્યુ કે યુસુફને છેલ્લા પાંચ માસથી સુગરની બિમારી પીડાતા હતા. જેના
લીધે તે માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હશે. તે સંતાનમાં બે પુત્ર છે. તે
નિવૃત જીવન ગાળતા હતા.

See also  जानिये ऐसा क्या बोल गईं कि नेशनल क्रश रश्मिका मंदाना खुद ट्रोल हो गईं!

બીજા
બનાવમાં ઉધનામાં રામનગરમાં રહેતો ૩૨ વર્ષીય યોગેશ લીંબા પાટીલે આજે શુક્રવારે
સવારે ઘરમાં પરિવારના સભ્યો ચા-નાસ્તો કરીને બહાર ગયા હતા. બાદમાં તેણે કોઇ કારણસર
ટેન્શનમાં લોખંડના હુક સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. તે
રત્નકલાકારનું કામ કરતો હતો. તેનો એક ભાઇ છે.

ત્રીજા
બનાવમાં ઉત્રાણમાં દેવીકૃર્પા સોસાયટીમાં રહેતો ૩૩ વર્ષીય વિજય ઉર્ફ લાલો હરીશભાઇ
વાધેલા ગુરુવારે રાતે ઘરમાં અગમ્ય કારણસર લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો
કાઇ આપધાત કર્યો હતો. તે એમરોલી ખાતે ઇંડાની લારી ચલાવતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read