HomeNewsઉત્તરાયણમાં પેચ લડાવવા મોંઘા પડશે, પતંગ-દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો

ઉત્તરાયણમાં પેચ લડાવવા મોંઘા પડશે, પતંગ-દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો


  • પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પતંગ બજારમાં ભાવવધારાની ચર્ચા
  • 320નું દોરાનું બોબીન રૂ.380નું થયું, પતંગ- દોરી ઘસવાના ભાવ વધ્યા
  • ગત વર્ષની સરખામણીએ 20 ટકા સુધીનો વધારો થયો હોવાનો મત `

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોના મુખ્ય પતંગ બજારોમાં જથ્થાબંધ અને છૂટક ખરીદી માટે ચહલપહલ દેખાઇ રહી છે. એવામાં પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પતંગ, દોરામાં થયેલા ભાવવધારાએ પતંગબજારની ચિંતા વધારી દીધી છે. પતંગ અને દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થયો હોવાના મતે આ વર્ષે ઉત્તરાયણમાં પતંગના પેચ લડાવવા મોંઘા પડશે. પતંગના 100 નંગદીઠ અને દોરાના બોબીનમાં ગત વર્ષની સરખામણીએ 20 ટકા સુધીનો વધારો થયો હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે.

See also  Weekend adds zest to kite flyers' enthusiasm | Surat

ઉત્તરાયણ પર્વની ઉજવણી વેળાએ જોવા મળતી રોનકની સાથે જ રાજ્યના તમામ શહેરોના પતંગ બજાર રંગબેરંગ પતંગ અનેદોરીથી જગમગી ઉઠે છે. ઉત્તરાયણની રંગારંગ ઉજવણીની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે પતંગ-દોરાના વધેલા ભાવો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વિક્રેતાઓના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ભાવવધારાની સીધી અસર પતંગના દોરા પર થઇ છે. કોટનના દોરાના ભાવ વધવાની સાથે પતંગનો દોરો મોંઘો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read