HomeNewsઉત્તરપ્રદેશમાં અપહરણનો વોન્ટેડ આરોપી પણ પકડાયો : વડોદ ગામ, SMC આવાસ અને...

ઉત્તરપ્રદેશમાં અપહરણનો વોન્ટેડ આરોપી પણ પકડાયો : વડોદ ગામ, SMC આવાસ અને સિધ્ધાર્થ નગરમાં પોલીસનું કોમ્બીંગઃ 278 વિરૂધ્ધ કાર્યવાહી


– તીક્ષ્ણ હથિયાર લઇને ફરતા 21 પકડાયાઃ એમ.વી એક્ટના ભંગ અને બિનવારસી મળી 122 વાહન કબ્જે કરાયા

સુરત
શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનના વડોદ ગામ, વડોદ એસએમસી આવાસ અને સિધ્ધાર્થ નગર વિસ્તારમાં પોલીસે વહેલી સવારે કોમ્બીંગ હાથ ધરી ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના અપહરણના આરોપી સહિત 278 વિરૂધ્ધ અટકાયતી પગલા તથા વાહન ડિટેઇનની કાર્યવાહી કરવામાં આવી હતી.


ગત નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ખટોદરા અને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કોમ્બીંગ હાથ ધરી 343 વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. જયારે આજે વહેલી સવારે પાંડેસરા પોલીસ સ્ટેશનના તાબાના વડોદ ગામ, વડોદ એસએમસી આવાસ અને સિધ્ધાર્થ નગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી સાગર બાગમાર, પાંડેસરા પીઆઇ એન.કે. કામળીયા ઉપરાંત 4 સબ ઇન્સ્પેકટ અને 85 પોલીસકર્મીની અલગ-અલગ 15 ટીમ દ્વારા આવાસના 84 બિલ્ડીંગના કુલ 1512 રૂમ, સિધ્ધાર્થ નગર ઝુંપડપટ્ટી અને તેની આજુબાજુની ઝાડીઝાંખરામાં તપાસ કરવામાં આવી હતી.

See also  મુંબઈથી ઈ-સિગારેટ ખરીદી સુરતમાં સપ્લાય કરતો રાંદેરનો યુવાન ઝડપાયો

જે અંતર્ગત રેમ્બો છરો, ચપ્પુ, ફટકા સાથે 21 જણાને, કોગ્નીઝબલ ગુનો કરવાની શકયતા ધરાવતા 53, ગુનાહિત ભૂતકાળ ધરાવતા 67, નંબર પ્લેટ વગર અને ફોલ્ટી નંબર પ્લેટ વાળા 110 વાહનો અને 12 બિનવારસી મળી કુલ 122 વાહન કબ્જે કર્યા હતા. જયારે 4 જણાને નશામાં ચૂર હાલતમાં, તડીપાર ભંગ કરનાર એક ગુનેગારને પકડવામાં આવ્યો હતો.

કોમ્બીંગ દરમિયાન પાંડેસરા પોલીસના ચોપડે ચોરીના ગુનામાં વોન્ટેડ મહેફુજ દાઉદ શેખ ઉ.વ. 21 રહે. અક્ષાનગર, ઉન પાટિયા) અને ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના લલપુર પોલીસ સ્ટેશનમાં તરૂણીને ભગાડવાના ગુનામાં વોન્ટેડ રાજકુમાર ગણેશ રાજભર (ઉ.વ. 19 રહે. સુખપુરા, જિ. બિલીયા, યુપી) ને ઝડપી પાડી કુલ 278 વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

See also  एक्टर अन्नू कपूर का एक बयान चर्चा में- कंगना जी कौन हैं? | Loktej मनोरंजन News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read