HomeNewsઉતરાણ પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો જીવ, ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે...

ઉતરાણ પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો જીવ, ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે આરોપીઓની કરાઈ ધરપકડ
સુરત:ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવવાની સાથે જ પતંગની દોરીથી અકસ્માત અને મોતની ઘટના વધી રહી છે.ચાઇનીઝ દોરીએ સુરતમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિનો જીવ લીધો છે. આ ઘટનાના પગલે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સની ધરપકડ કરાઇ છે.

સુરત સર્વેલન્સ સ્ટાફની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થાનું વેચાણ કરતા  2 આરોપીઓની ધરપકડ કરી છે. મંગળવારે સુરતના કામરેજમાં ચાઈનીઝ દોરીના કારણે નિપજ્યું હતું એક શખ્સનું મોત હતું  તો બીજી તરફ

વડોદરામાં પતંગની દોરીથી ગિરીશ બાથમ નામના હોકી પ્લેયર મોત નિપજ્યું છે. ગિરીશ બરોડા હોકી કલબ તરફથી રમતો હતો. ચાઈનીઝ દોરીથી આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. આ ઘટનાના પગલે પોલીસ તંત્ર સજાગ બન્યું અને સ્પેશિયલ ઓપરેશન દ્રારા ચાઇનીઝ દોરીનો વેપલો કરતા  શખ્સની ધરપકડ કરી છે. રાજકોટમાં  ચાઇનીઝ દોરી સાથે બે ઝડપાયાં હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. મોનો સ્કાય કંપનીની 15 રીલ સાથે બે વ્યક્તિ સંજય જીંજુવાડીયા અને પ્રકાશ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat High Court: ચાઈનીઝ દોરીના કારણે લોકોનાં મોત, ઈજા ચલાવી નહીં લેવાય

Ahmedabad: ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવવાની સાથે જ પતંગની દોરીથી અકસ્માત અને મોતની ઘટના વધી રહી છે. જેને લઈ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ સુનાવણીમાં ઉતરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. ઉપરાંત બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.

ચાઈનીઝ દોરી, નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલા  માંગણી કરતી પિટિશનમાં કોર્ટે હુકમ કર્યો

હતો. આ ઉપરાંત ચાઈનીઝ દોરી ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે તેવી ટકોર કરીને ઘાતક દોરીના કારણે નાગરિકોનું મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં તેમ કહ્યું. આ મુદ્દે વધુ સુનાવણી 6 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.

ઉત્તરાયણ પર મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવું પડી શકે છે ભારે, જાણો બીજું શું નહીં કરી શકો

મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ દોરાની ખરીદી અને વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે. આ ઉપરાંત ચાઈનીઝ તુક્કલ, ગુબારા તથા ભારે અવાજમાં લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત રોડ રસ્તા પર ઉભા રહી પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉતરાયણના સમયે જાહેર માર્ગો ઉપર પતંગ ચગાવનાર સામે કાર્યવાહી થશે.

વડોદરામાં પતંગની દોરીથી હોકી પ્લેયરનું મોત

વડોદરામાં પતંગની દોરીથી ગિરીશ બાથમ નામના હોકી પ્લેયર મોત નિપજ્યું છે. ગિરીશ બરોડા હોકી કલબ તરફથી રમતો હતો. ચાઈનીઝ દોરીથી આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. નવાપુરા વિસ્તારમાં આવેલા ખંડોબા મંદિરની પાસે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં યુવાનનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું. લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન રાહુલનું મોત નિપજ્યું. પ્રાથમિક વિગત અનુસાર મૃતક ગિરીશ બાથમની ઉંમર 30 વર્ષની હતી અને તે ભાથુજીનગર દંતેશ્વરનો રહેવાસી હતો.

સુરતમાં પતંગની દોરીએ લીધો આધેડનો ભોગ

ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. આપણ દર વર્ષે જોઈએ છીએ કે, પતંગની દોરીથી ઘણા પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજા થાય છે અને ઘણીવાર આ ઈજા મોતમાં પણ પરિણમે છે. આવા જ મોતની ઘટના સુરતમાં સામે આવી છે. પતંગની દોરીએ કામરેજ ના નવાગામના એક પરિવારના મોભી છીનવી લીધો છે. આધેડ નોકરીથી પરત ઘરે ફરતી હતા ત્યારે દોરીથી ગળું કપાતા મોત થયું હતું.પરિવારના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ ગઈકાલે સાંજે ડાયમંડ નગરથી નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન  સુરતથી કામરેજ તરફ આવતા માર્ગ પર સહકાર નગર પાસે ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. ગળું કપાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલી 108 બળવંતભાઈને હોસ્પિટલ તો લઈ ગઈ પરંતુ સારવાર મળે એ પહેલા જ બળવંત ભાઈનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

See also  Surat: સરકારી અધિકારીના નામનો ખોટો લેટરપેડ તૈયાર કરી ઠગાઈ કરનારની ધરપકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read