HomeNewsઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી 16 વર્ષની તરૃણી સાથે દુષ્કર્મ કરનારના જામીન રદ

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી 16 વર્ષની તરૃણી સાથે દુષ્કર્મ કરનારના જામીન રદ


આઈસ્ક્રીમ ખાવાના બહાને બોલાવીને ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સબંધ બાંધ્યા હતા

 


સુરત

 આઈસ્ક્રીમ ખાવાના બહાને બોલાવીને ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સબંધ બાંધ્યા હતા

16 વર્ષીય તરૃણી પર ફોટા વાયરલ કરવાની ધમકી આપીને એકથી વધુવાર દુષ્કર્મ
આચરવાના કેસમાં સરથાણા પોલીસે જેલભેગા કરેલા આરોપી યુવકની જામીનની માંગને પોક્સો
કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજે નકારી કાઢી છે.

સરથાણા પોલીસ
મથકના હદમાં રહેતી ફરિયાદીની
16 વર્ષ પાંચ મહીનાની તરૃણીને સપ્ટેમ્બર-2021 થી તા.16-7-22 દરમિયાન આરોપી ક્રિષ્ના રતન ગુજર(રે.શ્રીજી નગર સોસાયટી,કાપોદરા)એ ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી સરથાણા જકાતનાકા ખાતે બિસ્મીલ્લાહ
આઈસ્ક્રીમ પાર્લર પર આઈસ્ક્રીમ ખાવા બોલાવી હતી.આરોપીએ ભોગ બનનારનો ફોટો પાડીને તેને
વાયરલ કરવાની ધમકી આપીને મોટલ સાયકલ પર બેસાડી અમરોલી ઉત્રાણ ખાતે ફોર એવર કોફી કાફેમાં
લઈ જઈને એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું હતું. ચાર્જશીટ બાદ આરોપીએ જામીન માંગ્યા હતા.
જેમાં ફરિયાદમાં વિલંબ
, ભોગ બનનાર સાથે પ્રેમસબંધ હોવાનો બચાવ
લીધો હતો. જ્યારે  એપીપી સંતોષ ગોહીલે જણાવ્યું
હતું કે
આરોપીના સંબંધીઓ
દ્વારા ફરિયાદીને  સમાધાન માટે દબાણ કરવામાં
આવતું હોઈ સાક્ષીઓ ફોડવાની પ્રયત્ન કરાતો હોવાની પુરસીસ કોર્ટમાં રજુ કરી હતી. કોર્ટે
જામીન નકારી સાક્ષી-પુરાવા સાથે ચેડા થવાની સંભાવનાનો નિર્દેશ આપ્યો છે.

See also  IT Department Raids At Six Places In Surat And Songarh, Farmers – Builders Worried

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read