HomeNewsઇન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ કરી ડીંડોલીની કોલેજીયન યુવતીની કનડગત

ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ કરી ડીંડોલીની કોલેજીયન યુવતીની કનડગત


Updated: Dec 29th, 2022


– યુવતીએે રીપોર્ટ કરી આઇ.ડી બ્લોક કર્યા તો સતત નવા-નવા આઇ.ડી બનાવી ફોલો કરી ગાળા આપતા મેસેજ કરવાનું ચાલુ કર્યુ 

સુરત,તા.29 ડિસેમ્બર 2022,ગુરૂવાર

ડીંડોલી-નવાગામ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પર જુદા-જુદા નામના ફેક આઇ.ડી બનાવી બિભત્સ અને ગાળાગાળીના મેસેજ કરી સોશ્યિલ મિડીયા પર ફોલો કરી કનડગત કરનાર અજાણ્યા વિરૂધ્ધ ડીંડોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે. 

ડીંડોલી-નવાગામ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી રીયા (ઉ.વ. 21) ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર છ મહિના અગાઉ સુરજ09585 નામના આઇ.ડી પરથી બિભત્સ મેસેજ આવ્યો હતો. પરંતુ રીયાએ મેસેજને અવગણી આઇડી બ્લોક કરી દીધું હતું. પરંતુ અજાણ્યાએ સુરજ79009 નામના આઇ.ડી પરથી મેસેજ કરવાનું શરૂ કર્યુ હતું. તેમ છતા રીયાએ આ આઇ.ડી પણ બ્લોક કરી દીધું હતું. રીયાએ બે આઇ.ડી બ્લોક કર્યા હોવા છતા અજાણ્યાએ સેક્સીગર્લ394, સુરજ75780, સુરજ88799 નામના આઇડી પરથી અશ્લીલ અને બિભત્સ મેસેજ કરવાનું સતત ચાલુ રાખી સોશ્યિલ મિડીયા પર સતત ફોલો કરી કનડગત કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી રીયાએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પર રીપોર્ટ કરી તમામ આઇ.ડી બ્લોક કર્યા હોવા છતા ફેક આઇ.ડી બનાવી તેના પરથી બિભત્સ અને ગાળો આપતા મેસેજ સતત કરવાનું ચાલુ રાખતા છેવટે ડીંડોલી પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

See also  प्रधानमंत्री नरेन्द्र मोदी से पहले रोड शो में पहुंचे ‘नन्हे मोदी’, A से Z तक तमाम सरकारी योजनाओं का नाम बताया

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read