HomeNewsઇન્વર્ટર આધારિત ટેક્નિકથી ચાલશે ઇલેક્ટ્રિક વાહન

ઇન્વર્ટર આધારિત ટેક્નિકથી ચાલશે ઇલેક્ટ્રિક વાહન


  • યુનિ.ના વિદ્યાર્થીએ સંશોધન બાદ પેટન્ટ પણ મેળવી
  • ભારત સરકારની પેટન્ટ ઓફિસે 23 ડિસેમ્બરના રોજ સર્ટિફિકેટ એનાયત કર્યું
  • વિદ્યાર્થીએ અદ્ભુત આવિષ્કાર કરવાની સાથે જ તેની પેટન્ટ પણ મેળવી છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના યુવાનો, સંશોધનકર્તાઓને પ્રોત્સાહન મળે એ હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેલ શરૂ કરાયું છે. આ સેલમાં વિવિધ ક્ષેત્રમાં થઇ રહેલા અવનવા સંશોધનો નોંધાઇ રહ્યા છે. દરમિયાન યુનિવર્સિટીના માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થીએ ઇન્વર્ટર આધારિત તકનીકથી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલી શકે એવું અનોખું સંશોધન કર્યું છે. વિદ્યાર્થીએ અદ્ભુત આવિષ્કાર કરવાની સાથે જ તેની પેટન્ટ પણ મેળવી છે.

યુનિવર્સિટીના માસ્ટર ઓફ એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થી સત્યેનકુમાર પાઠકે પોતાના નામથી પેટન્ટ સર્ટિફિકેટ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. એમની પેટન્ટનું નામ ‘ઇન્વર્ટર બેઝ ટેક્નોલોજી ફોર ઇલેક્ટ્રિકલ વ્હીકલ બાઇ રિન્યૂએબલ એનર્જી’ આપવામાં આવ્યું છે અને આ તેમની બીજી પેટન્ટ છે. ઘણા વર્ષોની જહેમત બાદ થયેલા સંશોધન પર એક નજર કરીએ તો, આ તકનીક થકી ઇલેક્ટ્રીસિટીના સહારે ચાલતા વિવિધ વાહનો જેમ કે દ્વિચક્રી, ચાર ચક્રિ વાહન અને બસ, રેલવે જેવા મોટા વાહનોમાં ખાસ વિન્ડ ટર્બાઇનની ડિઝાઇન કરેલી સિસ્ટમ મૂકવામાં આવશે. તેને આધારે સતત ઊર્જાનો સંગ્રહ કરાશે અને ઇન્વર્ટર આધારિત ટેક્નોલોજી દ્વારા વાહનને સંચાલિત રાખવા માટે ઊર્જા મળતી રહેશે. આ તકનીકને કારણે વાહનને વારંવાર ચાર્જ કરવાની જરૂર પડશે નહીં. એટલું જ નહીં, આ સિસ્ટમને એવી રીતે ઇન્સ્ટોલ કરાશે કે કોઇ પણ ઋતુ અને પરિસ્થિતિમાં વાહન ઊભું રહ્યું હોય ત્યારે પણ પુનઃ પ્રાપ્ય ઊર્જા સતત મળતી રહેશે. તેનાથી ઇન્વર્ટર ચાર્જ થતું રહેશે. સત્યેનકુમારના આ આવિષ્કાર અને જહેમતને જોઇ ભારત સરકારની પેટન્ટ ઓફિસે 23 ડિસેમ્બરના રોજ સર્ટિફિકેટ એનાયત કર્યું છે.

See also  સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદની રેસમાં ચલથાણ સુગરના કેતન પટેલનું પલ્લુ ભારે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read