HomeNewsઇગ્નાઇટ કોઇનમાં રોકાણની સ્કીમ આપી ચાર ભાગીદારોનું મોટું ફુલેકું

ઇગ્નાઇટ કોઇનમાં રોકાણની સ્કીમ આપી ચાર ભાગીદારોનું મોટું ફુલેકું


  • મોટા વરાછા સ્થિત ઓફિસને તાળાં મારી દીધાં, અનેકનાં નાણાં સલવાયાં
  • સરથાણાના રત્નકલાકારે લોભામણી સ્કીમની લાલચમાં 23 લાખ ગુમાવ્યા
  • દર મહિને 1 લાખ આપવાની લાલચ આપી અનેક પાસે રોકાણ કરાવડાવ્યું

ઇગ્નાઇટ કોઇનમાં રોકાણની લોભામણી લાલચ આપી મોટું ફુલેકું ફેરવી ચાર ભાગીદારો મોટા વરાછા સ્થિત ઓફિસને તાળાં મારી ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જે પૈકી બે ભાગીદારો દુબઇ ભાગી ગયા હતા. 23 લાખ ગુમાવનારા સરથાણાના રત્નકલાકારે ઉત્રાણ પોલીસમાં ફરિયાદ આપી હતી.

મળતી વિગતો પ્રમાણે સરથાણા જકાતનાકા ખાતે આશીર્વાદ રોહાઉસમાં રહેતા દીપકભાઇ લીલાધર સાવલિયા (ઉં.વ. 42, મૂળ ભેંસાણ, જૂનાગઢ) રત્નકલાકાર છે. તેમના પરિચિત થકી મોટા વરાછામાં રાધિકા ઓપ્ટીમાં બિલ્ડિંગના પાર્કિંગમાં કિશોરભાઇને મળવા ગયા હતા. અહીં પંકજ ગોહિલ બીલવર કોઇન લોંચ કરે છે અને કલ્પેશ વસોયા, બિપિન જોષી અને સતીશ ગોલ ભેગા મળી નવો ઇગ્નાઇટ કોલ લોંચ કરવાના છે.

See also  Surat: ગુજરાતી ફિલ્મ નાડીદોષના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો શું છે મામલો

રોકાણની લોભામણી લાલચ આપી કમિશન-પ્રોફિટ આપવામાં આવશે અને જો 4100 યુએસડીટીના પેકેજમાં રોકાણ કરે તો બીજા દિવસે 800 યુએસડીટી જમા થઇ જશે એવી સ્કીમ આપી હતી. ઇગ્નાઇટ કોઇન મોબાઇલ ગેમ લોંચ કરી તેમાં પણ રોકાણની સ્કીમ લાવવાની છે એવી વાત કરાઇ હતી. તેમણે કલ્પેશ વસોયાનો સંપર્ક કરી ઇગ્નાઇટ કોઇનમાં રોકાણ કરવા તૈયાર થયા હતા. કલ્પેશે ઇગ્નાઇટ કોઇનમાં રોકાણના ફાયદા અને પેકેજ સમજાવ્યું હતું. દીપકભાઇએ 4100 યુએસડીટીવાળા પેકેજમાં 3.15 લાખનું રોકાણ કર્યુ હતું અને મોબાઇલમાં આઇડી પણ જનરેટ કરી અપાઇ હતી. ત્યારબાદ કમિશન પણ તેમના વોલેટમાં જમા થવા લાગ્યું હતું.

આ રીતે વિશ્વાસ જાગતા તેમણે પોતાના આઇડી નીચે સગા-સંબંધી અને મિત્રો પાસે પણ રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ ઇગ્નાઇટ કોઇનના નવા પેકેજની સ્કીમ બતાવાઇ હતી. દર મહિને 1 લાખ આપવામાં આવશે એવી લાલચ અપાતા દીપકભાઇ અને અન્યોએ પણ આઇડી બનાવી રોકાણ કર્યુ હતું. જેનું રિટર્ન વોલેટમાં દેખાતું હતું પણ રકમ ખાતામાં જમા થતી ન હતી. ઇગ્નાઇટ કંપનીની મોટા વરાછા સ્થિત તુલસી આર્કેડની ઓફિસને પણ તાળા લાગી ગયા હતા. ભેજાબાજોએ વેબસાઇટનું નામ પણ બદલી નાંખ્યું હતું.

See also  गुजरात : मौसम में बड़ा बदलाव, तेज हवाओं के साथ हुई बारिश | गुजरात

બે ભાગીદારો દુબઇ ભાગી છૂટયા

રોકાણકારોની ભીંસ વધી જતા ચારેય ભાગીદારોએ 17-03-22ના રોજ ઓનલાઇન ઝૂમ મિટિંગનું આયોજન કરી 10 દિવસમાં પૈસા આપવાની પણ ખાતરી આપી હતી. જોકે, બાદમાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જે પૈકી પંકજ ગોહિલ અને સતીશ ગોલ દુબઇ ભાગી ગયા હતા. દીપક સાવલિયાના રૂ. 23 લાખ સલવાય ગયા હતા. ઉત્રાણ પોલીસે પંકજ જિતેન્દ્ર ગોહિલ (રહે. રામકૃપા સોસાયટી, કાપોદ્રા), બિપિન જોષી, સતીશ ગોલ અને કલ્પેશ વસોયા (રહે. શાલીગ્રામ એપાર્ટમેન્ટ, ઉત્રાણ) સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read