HomeNewsઆર્સેલર મિત્તલ 60,000 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની ક્ષમતા વધારશે

આર્સેલર મિત્તલ 60,000 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની ક્ષમતા વધારશે


  • નવી સંભાવના અને રોજગારીની તકોનું સર્જન થશે : નરેન્દ્ર મોદી
  • પ્રોજેક્ટથી વ્યવસાય કરવામાં સરળતા રહેશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
  • હજીરા ખાતે વાર્ષિક 15 મિલિયન ટનના વિસ્તરણનું એક કદમ છે.

સુરતના હજીરા સ્થિત આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસઈન્ડિયા) પ્લાન્ટનની ક્ષમતા વાર્ષિક 9 મિલિયન ટનથી વધારીને 15 મિલિયન ટન કરવા રૂ.60,000 કરોડના મૂડીરોકાણથી પ્રોજેક્ટ શરુ કર્યો છે. પ્રોજેક્ટના શુભારંભ માટે શુક્રવારે ભુમિપુજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલી જોડાયા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના રૂ. 60,000 કરોડના રોકાણ સાથે ભવિષ્યમાં નવી સંભાવનાઓ માટે દ્વાર ખોલશે. આ પ્રોજેક્ટ ગુજરાત અને સમગ્ર ભારતમાં નોકરીની તકોનું સર્જન કરશે. આ ઉપરાંત ઉચ્ચ-ગ્રેડના સ્ટીલના ઉત્પાદનને પ્રેરણા આપશે જ્યારે નિર્ણાયક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં આયાત નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ માટે કંપનીની નવીનતમ ટેકનોલોજી એક સીમાચિહનરૂપ સાબિત થશે અને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપશે.

See also  अहमदाबाद :  स्कूल प्रबंधन बोर्ड ने मुख्यमंत्री को पत्र लिखकर फीस वृद्धि की मांग की 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા મહત્વાકાંક્ષી વિસ્તરણ પ્રોજેક્ટ રાજ્યમાં નવા વર્ષની એક ઉમદા શરૂઆત છે જે વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવામાં અગ્રેસર છે. આ પ્રોજેક્ટ આપણા રાજ્યમાં નોકરીઓ અને આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે. કેન્દ્રના સ્ટીલ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ભારત 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવાના પંથે છે અને તે માટે નોંધપાત્ર મૂડી, અતિ આધુનિક મેન્યુફેક્ચરીંગ ટેકનોલોજીસ અને મોટા કદના પ્રોજેક્ટસના અમલીકરણ માટે ભારે અનુભવની જરૂર પડશે. મને ખાત્રી છે કે આ સહયોગથી આ ત્રણેય બાબતો એકસાથે હાથ ધરવામાં સહાય થશે. આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં થયેલા સૌથી મોટા મૂડીરોકાણ ધરાવતા પ્રોજેક્ટસમાંનો એક છે. આર્સેલરમિત્તલના સીઈઓ અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ચેરમેન આદિત્ય મિત્તલે જણાવ્યું હતું કે હજીરા ખાતે વાર્ષિક 15 મિલિયન ટનના વિસ્તરણનું એક કદમ છે.

See also  जनसंख्या वृद्धि खुशी के साथ चिंता भी ! | फिचर

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read