HomeNewsઆર્થિક તંગીનો સામનો કરતા આધેડે ટ્રેન સામે પડતું મૂક્યું

આર્થિક તંગીનો સામનો કરતા આધેડે ટ્રેન સામે પડતું મૂક્યું


આર્થિક ભીંસનો સામનો કરતા માનદરવાજાના આધેડે ગુરુવારે રાત્રે કમેલા દરવાજા, રઘુકુલ માર્કેટ પાસેના રેલવે ટ્રેક પર ટ્રેન સામે પડતુ મૂકી જીવનનો અંત આણ્યો હતો. મળતી માહિતી મુજબ માનદરવાજા ખાતે રહેતા શ્રાવણભાઈ હરીચંદ્ર આહિરે (ઉં.વ.58) મીલમાં કામ કરતા હતા. દરમિયાન ગુરુવારે સાંજે તેઓ ઘરેથી નીકળી ગયા બાદ મોડી રાત સુધી પરત ફર્યા નહોતા. જેને પગલે પરિવારના સભ્યોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન કમેલા દરવાજા, રઘુકુલ માર્કેટ પાસેના રેલવે ટ્રેક પર અજાણ્યા ઇસમનુ ટ્રેન અડફેટ મોત થયું હોવાની જાણ થતા શ્રાવણભાઈના પરિવારના સભ્યો સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં ટ્રેન અડફેટ મૃત્યુ પામેલો ઇસમ શ્રાવણભાઈ જ નીકળતા પરિવારના સભ્યો અવાક થઈ ગયા હતા.

See also  રાંદેર ઝોનમાં પાઈપની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાહન ચાલકોને સતત ખતરો

ગુરૂવારે સાંજે ઘરેથી નિકળી ગયા હતા

બનાવની તપાસકર્તા રેલવે પોલીસ મથકના એએસઆઈ બાબુભાઈએ જણાવ્યું હતું કે, શ્રાવણભાઈ આર્થિક તકલીફમાં સપડાયા હોવાનું પરિવારના સભ્યોએ કહ્યું હતું. ત્યારબાદ ગુરુવારે સાંજે તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને રાત્રે સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં મુંબઈ તરફ જતી ટ્રેન સામે ઝંપલાવી મોતને વહાલું કરી લીધું હતું. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read