HomeNewsઆદ્યુનિક ગણાતી મધ્યસ્થ જેલમાં મોબાઇલ મળવાનો સિલસીલો યથાવત: ગુજસીટોકના ગુનાના કુખ્યાત આરોપી...

આદ્યુનિક ગણાતી મધ્યસ્થ જેલમાં મોબાઇલ મળવાનો સિલસીલો યથાવત: ગુજસીટોકના ગુનાના કુખ્યાત આરોપી લાલુ જાલીમ સહિત બે પાસે સીમકાર્ડ સાથે ફોન મળ્યો


Updated: Jan 9th, 2023

– જેલ જડતી સ્કવોર્ડના લાજપોર જેલમાં દરોડાઃ બિસ્તર અને સામાનમાં છુપાવેલા બંને મોબાઇલ સચિન પોલીસને સોંપ્યા

સુરત
રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાં રાજયના જેલ જડતી સ્કોર્ડે દરોડા પાડી કોસાડ આવાસના કુખ્યાત અને ગુજસીટોકના ગુનામાં કેદ લાલુ જાલીમ સહિત બે કાચા કામના કેદીઓ પાસેથી સેમસંગ કંપનીના સીમકાર્ડ સહિતના બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
લાજપોર મધ્યસ્થ જેલ ભલે આધુનિક ગણાતી હોય પરંતુ જેલ કર્મચારીઓની સાંઠગાંઢમાં કેદીઓ બિન્દાસ્તપણે પ્રતિબંધીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. લાજપોર જેલના સ્થાનિક જડતી સ્કોર્ડ ઉપરાંત રાજયના જેલ વિભાગની વિજીલન્સ સ્કોર્ડ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે. તેમ છતા જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનો ઉપયોગ બિન્દાસ્તપણે થઇ રહ્યો છે. ગત સાંજે રાજયના જેલ વિભાગની વિજીલન્સ સ્કોર્ડે લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યુ હતું. જે અંતર્ગત જેલની યાર્ડ નં. સી 11 ની બેરેક નં. 2 માં કેદ કાચા કામના કેદીઓનો બિસ્તર અને સામાન ચેક કરવામાં આવ્યો હતો. જેમાં કોસાડ આવાસના કુખ્યાત અને ગેંગ બનાવી ખંડણી, અપહરણ, હત્યા, મિલકત પર ગેરકાયદે કબ્જો કરવા સહિતના સંખ્યાબંધ ગુના આચરવા બદલ ગુજસીટોકના ગુનામાં કેદ અમીત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસીંગ રાજપૂત ઉપરાંત ફારૂક ઉર્ફે સોનુ ઉર્ફે લાવારીશ સલીમ ઉર્ફે નબીઉલ્લા શાહ પાસેના સામાનમાંથી સેમસંગ કંપનીના સીમકાર્ડ સહિત બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેને પગલે વિજીલન્સ સ્કોર્ડ દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં લાલુ જાલીમ અને ફારૂક ઉર્ફે સોનુ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

See also  कोलकता : गुटखा पाउच में छिपाकर ले जा रहा था 4,000 अमेरिकी डॉलर, एअरपोर्ट अधिकारियों ने धरा, देखिये वीडियो

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read