HomeNewsઆદિવાસી વિસ્તારમાં મતદાન વધારવા સંસ્કૃતિની ઝાંખી કરાવતા મતમથકો બનશે

આદિવાસી વિસ્તારમાં મતદાન વધારવા સંસ્કૃતિની ઝાંખી કરાવતા મતમથકો બનશે


– કેન્દ્રીય
ચૂંટણી પંચની ટીમે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના કલેકટરો
, પોલીસ અધિક્ષકો સાથે
બેઠક યોજી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી

     સુરત

સુરત
શહેરમાં દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા
માટે આજે કેન્દ્રીય ચૂંટણી પંચે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મતદાન જાગૃતિ
, કાયદો અને વ્યવસ્થા,
ડેમોસ્ટ્રેશેન, લોજિસ્ટીક મેનેજમેન્ટ સહિતની સમીક્ષીઓ
કરી હતી. સાથે જ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા ઇનોવેશન મતદાન મથકો ઉભા કરવા જરૃરી
સુચનો કર્યા હતા.

ગુજરાતભરમાં
ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા માટે ફરી રહેલી કેન્દ્વીય ચૂંટણી પંચના નાયબ
કમિશ્નર હિરદેશ કુમાર
, પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.બી. જોશી સહિતની ટીમે આજે  સુરતના સર્કિટ હાઉસ ખાતે દ.ગુજરાતના છ જિલ્લા
સુરત
, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને નર્મદાના જિલ્લા કલેકટરો તેમજ પોલીસ
અધિક્ષકો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી વિગતો મેળવી હતી. બેઠક દરમ્યાન મતદાન જાગૃતિ
,
સ્ટાફ, મેનેજમેન્ટ, મોક
પોલ નિર્દશન
, સ્ટાફ મેનેજમેન્ટ પર માર્ગદર્શન આપ્યુ હતુ.
તેમણે આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા
ઇનોવેશન મતદાન મથકો ઉભા કરવા અંગે જરૃરી સુચનો કર્યા હતા. સાથે જ ચૂંટણીલક્ષી
જરૃરી માર્ગદર્શક સુચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટરો અને પોલીસ અધિક્ષક
દ્વારા વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી રજુ થઇ હતી.
આજે સમીક્ષા બેઠક યોજયા બાદ બપોર પછી હવાઇ માર્ગે ટીમ દિલ્હી રવાના થઇ હતી.

See also  अहमदाबाद एयरपोर्ट पर एक संदिग्ध यात्री के पास से मिला तीन किलो सोना, एअरपोर्ट के कर्मचारी की मिलीभगत आई सामने

માત્ર
મહિલાઓ સંચાલન કરતી હોય તેવા
112 મતદાન મથકો તૈયાર કરાશે

          સુરત

કેન્દ્વીય
ચૂંટણી પંચ દ્વારા આજે થયેલી સમીક્ષા કામગીરીને લઇને સુરત જિલ્લામાં વિશેષ
અભિયાનના ભાગરૃપે ૧૧૨ મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા મતદાન મથકો હશે. કેન્દ્વીય
પંચની ટીમે સુરતમાં સમીક્ષા બેઠક યોજયા બાદ સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે માહિતી
આપી હતી કે સુરત જિલ્લામાં આજની તારીખે ૪૭.૩૯ લાખ મતદારો નોંધાયા છે. તે પૈકી દિવ્યાંગ
મતદારો ૨૩૮૫૯
, ૮૦ વર્ષથી ઉપરના ૬૨૦૩૭ મતદારો તથા ૪૬૨૩ મતદાન મથકો છે. સુરત જિલ્લામાં
વિશેષ અભિયાનના ભાગરૃપે ૧૧૨ મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા મતદાન મથકો
, ૧૬ વિધાનસભા દીઠ એક એક દિવ્યાંગ મતદાન મથકો તથા એક એક મોડેલ મતદાન મથકો
ઉભા કરવામાં આવશે.

See also  धर्मशाला में शुरू हुआ जी 20 सम्मेलन, विज्ञान एवं तकनीकी विषयों पर हो रहा मंथन | भारत

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read