HomeNewsઆઝાદી પછી પહેલી વખત સુરતની તમામ 16 બેઠક ભાજપે કબજે કરી

આઝાદી પછી પહેલી વખત સુરતની તમામ 16 બેઠક ભાજપે કબજે કરી


  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદારોનો આભાર વ્યક્ત કર્યો
  • પહેલી વખત સુરત શહેર-જિલ્લાની બધી જ બેઠક ઉપર ભાજપને વિજય
  • પેજ પ્રમુખથી લઇને પ્રદેશ અધ્યક્ષ સુધીનાને સફળતાનો યશ જાય છે કેન્દ્રીય ગૃહમંત્રી

વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ખોબેખોબા ભરી મતો આપી 156 બેઠક પર વિજય અપાવનારા મતદાતાઓનો ઋણ સ્વિકારવા અને સુરતના તમામે તમામ 16 ધારાસભ્યના અભિવાદન માટે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, આઝાદી પછી પહેલી વખત સુરત શહેર-જિલ્લાની બધી જ બેઠક ઉપર ભાજપને વિજય મળ્યો છે. નરેન્દ્ર મોદી પર વિશ્વાર મૂકીને ગુજરાતની જનતાએ ભાજપને જે પ્રચંડ બહુમતિ અપાવી છે, તેનો રેકોર્ડ તોડવા હવે ભાજપ માટે પણ અઘરો છે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઋણ સ્વિકાર અને અભિવાદન સમારોહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે સુરતની સાથે ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિધાનસભાની 2022ની ચૂંટણીમાં બધા જ પ્રકારના રેકોર્ડ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં અને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તોડવાનું કામ કર્યું છે. જેનો સંપૂર્ણ યશ કોઈને જતો હોય તો ભાજપના પેજ પ્રમુખથી લઈ પ્રદેશ અધ્યક્ષને જાય છે. ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે જે પ્રકારે વાતાવરણ ઊભું કરાયું હતું, તેનાથી કાર્યકરોમાં પણ અનેક શંકા-કુશંકા હતી. પરંતુ જેવો નરેન્દ્ર મોદીનો પ્રવાસ શરૂ થયો એકતરફી લહેર ઊભી થઈ અને પ્રચંડ વાવઝોડું ભાજપની તરફેણમાં સર્જાયું હતું.

See also  गुजरात : अब राज्य के सभी पुलों का साल में दो बार होगा निरीक्षण, सरकारी गाइडलाइंस का ऐलान | गुजरात

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read