HomeNewsઆજે રમા એકાદશી-વાઘબારસ.. દીપોત્સવની ઉજવણી શરૂ

આજે રમા એકાદશી-વાઘબારસ.. દીપોત્સવની ઉજવણી શરૂ


  • દીપોત્સવી પર્વને પગલે શહેરમાં રોનક દેખાઇ
  •  શુકનવંતી ખરીદીની સાથે ઉજવણીનો ધમધમાટ
  • શુક્રવારે સાંજે 5.23 વાગ્યા સુધી એકાદશી બાદ વાઘબારસની ઉજવણી, પરંપરાગત વ્રતનું મહત્ત્વ

હિન્દુ સમુદાયમાં દીપોત્સવી પર્વને ઉજાશ, પ્રકાશ અને નવી આશા-અરમાનોની સાથે જોડવામાં આવે છે. દિવાળી એ હિન્દુ સંવત વર્ષનો અંતિમ દિવસ અને કારતક સુદ એકમને સંવત વર્ષનો પ્રથમ દિવસ એટલે કે નૂતન વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત હવે શુક્રવારે રમા એકાદશી અને વાઘબારસની ઉજવણી સાથે દીપોત્સવીના મહત્ત્વના પર્વની વણઝાર શરૂ થશે. આ વર્ષે મંગળવારે 25મીએ સૂર્યગ્રહણ અને આ સિવાય તિથિના વિચિત્ર સંયોગને કારણે દીપોત્સવીના તમામ પર્વોની ઉજવણીને અસર થશે. તિથિના આવા જ સંયોગ વચ્ચે શુક્રવારે રમા એકાદશી અને વાઘબારસ પર્વની ઉજવણી થશે.

See also  સુરતઃ દિવાળીને લઈને કાપડ બજારમાં ખરીદી માટે ઉમટી પડી ભીડ

શહેરના બજારમાં દીપોત્સવી પર્વની સ્પષ્ટ રોનક દેખાઇ રહી છે. શુકનવંતી ખરીદી સાથે ઉજવણીનો ઉત્સાહ, ઉમંગ, ઉમળકો જોવા મળી રહ્યો છે. દરમિયાન શુક્રવારે રમા એકાદશી અને વાઘબારસ પર્વની ઉજવણી થશે. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, તિથિ પ્રમાણે ગુરુવારે સાંજે 4.05 વાગ્યાથી શુક્રવારે સાંજે 5.23 વાગ્યા સુધી એકાદશીની તિથિ છે. ત્યારબાદ બારસ શરૂ થાય છે અને તે શનિવારે સાંજે 6.03 વાગ્યા સુધી છે. તિથિના સંયોગ વચ્ચે શુક્રવારે જ રમા એકાદશી અને વાઘબારસ પર્વની ઉજવણી થશે. શુક્રવારે ગોવત્સ દ્વાદશીની ઉજવણી કરાશે. આ દિવસે ગાય-વાછરડાના પૂજનનું અનેરું મહત્ત્વ આંકવામાં આવે છે. શુક્રવારે બપોરે 12.29થી શનિવારે સવારે 6.46 વાગ્યા સુધી સિદ્ધિ યોગ છે. સાંજે 5.23થી રાજયોગ અને બપોરે 12.29થી 5.23 વાગ્યા સુધી કુમારયોગ છે. શુક્રવારે બપોરે 12.29 સુધી આશ્લેષા નક્ષત્ર અને પછી મધા નક્ષત્ર છે. જ્યારે દિવસમાં શુભ અને શુક્લ યોગનો સંયોગ જોવા મળશે.

See also  वडोदरा : सयाजीबाग चिड़ियाघर में भीषण गर्मी से राहत के लिए प्रशासन ने पशु-पक्षियों के लिए विशेष सुविधाएं बनाई  | वड़ोदरा

રમા એકાદશીએ વ્રત કરવાનું ભારે મહાત્મ્ય છે. રમા એકાદશીની વાયકા મુચુકુંદ રાજા, તેની દીકરી ચન્દ્રભાગા અને તેના પતિ શોભન સાથે જોડાયેલી છે. શોભન એક દિવસ સસરા મુચુકુંદના ઘરે આવ્યો હતો તે દિવસે અગિયારસ હોય આખા નગરમાં સૌને ઉપવાસ કરવાનો આદેશ કરાયો હતો. જોકે, શોભન ભૂખ સહન કરી શકતા ન હોવા છતાં ઉપવાસ કરતા તેનું મૃત્યુ થયું હતું. આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઇ હતી, પરંતુ પિતાએ ના પાડયા બાદ રમા એકાદશીનું વ્રત . તેના પ્રભાવથી શોભન મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઇન્દ્ર જેવો જ હતો. આમ, રમા એકાદશીના વ્રતથી સર્વ પાપોમાંથી મુક્તિ સાથે વૈકુંઠને પામતા હોવાની માનતા છે.

See also  સુરતમાં એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસરને ફાળવેલી કારમાંથી દારૂ મળ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read