HomeNewsઅમરોલીમાં શીવકથામાંથી બે મહિલાનાની સોનાની ચેઇન અને મંગળસૂત્ર તૂટયા

અમરોલીમાં શીવકથામાંથી બે મહિલાનાની સોનાની ચેઇન અને મંગળસૂત્ર તૂટયા



– કથા સ્થળેથી ચેઇન તૂટી છે તે વાત સાંભળી પોતાનું મંગળસૂત્ર ચેક કરતા ચોરી થયાનું ગૃહિણીને ખબર પડીઃ પોલીસે દાગીના તફડાવનારની શોધખોળ હાથ ધરી 

સુરત,તા.23 ડિસેમ્બર 2022,શુક્રવાર

અમરોલી-કોસાડ રોડ સ્થિત મારૂતિધામ સોસાયટીની બાજુમાં ચાલી રહેલી શીવકથા સાંભળવા આવનાર બે મહિલાની સોનાની ચેઇન અને મંગળસૂત્ર તફડાવનાર અજાણ્યા વિરૂધ્ધ અમરોલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

અમરોલીની મારૂતિધામ સોસાયટી નજીક ખુલ્લા પ્લોટમાં ચાલી રહેલી શીવકથા સાંભળીને સરોજબેન પરેશ ચોટલીયા (ઉ.વ. 40 રહે. મારૂતિધામ સોસાયટી, અમરોલી-કોસાડ રોડ અને મૂળ. માધાપર, તા. જોડીયા, જામનગર) ગત બપોરે પરત ઘરે આવ્યા હતા. ત્યારે સોસાયટીની મહિલાઓ ચર્ચા કરી હતી કે શીવકથા સાંભળવા જનાર મંજુલાબેન દશરથ ખાનદેશીની સોનાની ચેઇન ચોરી થઇ ગઇ છે. જેથી સરોજબેને તુરંત જ પોતે ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર ચેક કર્યુ હતું. પરંતુ રૂ. 35 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ગળામાં ન હતું. જેથી તેમણે કથા સ્થળે જઇ તપાસ કરી હતી. પરંતુ મંગળસૂત્ર નહીં મળતા તેમણે અમરોલી પોલીસમાં જાણ કરી હતી. પોલીસે શીવકથા સાંભળવાના બહાને સરોજબેન અને મંજુલાબેનના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર તફડાવનાર અજાણ્યા વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

See also  उत्तर प्रदेश : अनाज के उत्पादन को बढ़ावा देने के लिए योगी सरकार अयोध्या में शुरू करेगी पायलट परियोजना की शुरुआत | कारोबार, प्रादेशिक

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read