HomeNewsઅમરેલીથી સુરત આવતી લકઝરી બસમાંથી રૂ.3 કરોડના ડાયમંડ અને દાગીનાની લૂંટની યોજના...

અમરેલીથી સુરત આવતી લકઝરી બસમાંથી રૂ.3 કરોડના ડાયમંડ અને દાગીનાની લૂંટની યોજના ઘડનાર મુખ્ય સૂત્રધારને સુરત પીસીબીએ ઝડપી લીધો


અગાઉ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા હિરેન આકોલીયાને જાણ હતી કે અમરેલીથી હંમેશા સાત આંગડીયા પેઢીવાળા સુરત ખાતે હીરા અને રોકડની મોટાપાયે ટ્રાવેલ્સમાં હેરાફેરી કરે છે અને દિવાળીના સમયમાં તેમની પાસે પૈસા વધુ હોય છે

ટ્રાવેલ્સની નોકરી છોડી રેતીનો કમિશનથી ધંધો શરૂ કર્યો હતો પણ લોકડાઉનમાં ધંધો બંધ થતા રૂ.40 લાખનું દેવું થતાં શોર્ટકટમાં પૈસા કમાવાનો રસ્તો શોધતો હતો ત્યારે અમદાવાદનો મિત્ર મળતા અને તેને પણ પૈસાની જરૂર હોય બંનેએ લૂંટની યોજના બનાવી નસિકથી લૂંટારું ટોળકીને બોલાવી હતી

– અગાઉ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા હિરેન આકોલીયાને જાણ હતી કે અમરેલીથી હંમેશા સાત આંગડીયા પેઢીવાળા સુરત ખાતે હીરા અને રોકડની મોટાપાયે ટ્રાવેલ્સમાં હેરાફેરી કરે છે અને દિવાળીના સમયમાં તેમની પાસે પૈસા વધુ હોય છે

– ટ્રાવેલ્સની નોકરી છોડી રેતીનો કમિશનથી ધંધો શરૂ કર્યો હતો પણ લોકડાઉનમાં ધંધો બંધ થતા રૂ.40 લાખનું દેવું થતાં શોર્ટકટમાં પૈસા કમાવાનો રસ્તો શોધતો હતો ત્યારે અમદાવાદનો મિત્ર મળતા અને તેને પણ પૈસાની જરૂર હોય બંનેએ લૂંટની યોજના બનાવી નસિકથી લૂંટારું ટોળકીને બોલાવી હતી

સુરત, : અમરેલીથી સુરત આવતી લકઝરી બસમાંથી રૂ.3 કરોડના ડાયમંડ અને દાગીનાની લૂંટની યોજના ઘડનાર મુખ્ય સૂત્રધારને સુરત પીસીબીએ ઝડપી લીધો છે.અગાઉ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાનને જાણ હતી કે અમરેલીથી હંમેશા સાત આંગડીયા પેઢીવાળા સુરત ખાતે હીરા અને રોકડની મોટાપાયે ટ્રાવેલ્સમાં હેરાફેરી કરે છે અને દિવાળીના સમયમાં તેમની પાસે પૈસા વધુ હોય છે. યુવાને ટ્રાવેલ્સની નોકરી છોડી રેતીનો કમિશનથી ધંધો શરૂ કર્યો હતો પણ લોકડાઉનમાં ધંધો બંધ થતા રૂ.40 લાખનું દેવું થતાં શોર્ટકટમાં પૈસા કમાવાનો રસ્તો શોધતો હતો ત્યારે અમદાવાદનો મિત્ર મળતા અને તેને પણ પૈસાની જરૂર હોય બંનેએ લૂંટની યોજના બનાવી નસિકથી લૂંટારું ટોળકીને બોલાવી ઘટનાને અંજામ આપ્યો હતો.

See also  अहमदाबाद : बोपल में ई-सिगरेट बेचने वाला गिफ्ट शॉप का मालिक गिरफ्तार

અમરેલીથી સુરત આવતી રામદેવ ટ્રાવેલ્સની લકઝરી બસને અમદાવાદના કોઠ પાસે મંગળવારે મધરાત્રે રોકીને આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂ.3 કરોડના ડાયમંડ અને દાગીનાની લૂંટ કરી કારમાં ફરાર થયેલી ગેંગના 10 ને અમદાવાદ ગ્રામ્ય પોલીસે આણંદ પોલીસની મદદથી આણંદના મહેણાંવ પાસેથી ઝડપી પાડી તેમની પાસેથી રૂ.2.75 કરોડના હીરા, સોનાના દાગીના અને રોકડ કબજે કર્યા હતા.તેમની પુછપરછમાં સુરતનો હિરેન સૂત્રધાર હોવાની કબૂલાત કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકે સુરત પોલીસ કમિશનરને જાણ કરતા તેમણે પીસીબીને આરોપી ભાગી છૂટે તે પહેલા ઝડપી પાડવા તાકીદ કરી હતી.આથી હરકતમાં આવેલી પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈને મળેલી બાતમીના આધારે પીસીબીએ કાપોદ્રા રચના સર્કલ પાસે વોચ ગોઠવી હિરેન ધીરુભાઈ આકોલીયા ( પટેલ ) ( ઉ.વ.35, રહે.ફ્લેટ નં.બી-102, એપલ એવન્યુ એપાર્ટમેન્ટ, યોગીચોક, સરથાણા, સુરત. મૂળ રહે.ડીતલા, તા.ધારી, જી.અમરેલી ) ને ઝડપી લીધો હતો.

See also  गुजरात  : ऑनलाइन गेम खेलते हुए मोडासा के पुलिसकर्मी पर 24 लाख रुपये का हुआ कर्ज, अब गृह मंत्री से मांगी मदद | गुजरात

પીસીબીએ હાલ કમિશન ઉપર રેતીનો વેપાર કરતા હિરેનની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે વર્ષ 2011 થી સુરતના નાના વરાછા વિસ્તારમાં રામદેવ ટ્રાવેલ્સના માલિક રમેશભાઈ વસોયાની ઓફીસમાં હિસાબ કિતાબનુ કામકાજ કરતો હતો. તે સમયગાળામાં તેને જાણવા મળ્યું હતું કે અમરેલીથી હંમેશા સાત આંગડીયા પેઢીવાળા સુરત ખાતે હીરા અને રોકડની મોટા પાયે હેરાફેરી રામદેવ ટ્રાવેલ્સમાં કરે છે અને દિવાળીના સમયમાં તેમની પાસે પૈસા પણ વધુ હોય છે.રામદેવ ટ્રાવેલ્સના માલિક તેને પગાર ઓછો અને અનિયમિત આપતા હોય તેણે વર્ષ 2020 માં તે નોકરી છોડી રેતીનો કમિશનથી ધંધો શરૂ કર્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ થઈ જતા તેને રૂ.40 લાખનું દેવુ થઈ ગયું હતું.તેથી તે શોર્ટકટમાં કેવી રીતે પૈસા કમાવવા તે ઉપાય શોધતો હતો. તે દરમિયાન અમદાવાદ રહેતો રાજુ હઠીલા મળ્યો હતો અને તેને પણ પૈસાની ખુબ જરૂર હતી.

See also  સુરત: સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય, લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો


રાજુ હઠીલાના સંપર્કમાં નાસિકની લૂંટારું ગેંગ હોય બંનેએ ગુનાને અંજામ આપવા નાસિકથી 16 લૂંટારુની ગેંગને કામરેજ બોલાવી તેમની સાથે કઈ તારીખે પૈસા વધુ આવશે અને તે ટ્રાવેલ્સને કઈ જગ્યાએ કેવી રીતે લુંટવી તે તમામ પ્લાન જાતે ઘડયો હતો.પ્લાન મુજબ 11 લૂંટારુને અમરેલી મોકલી પેસેન્જર તરીકે અમરેલીથી સુરત ખાતે આવતી જય રામદેવ ટ્રાવેલ્સમાં તમંચા જેવા હથીયારો સાથે બેસાડયા હતા અને બીજા છ માણસોને ચાર કારમાં અમદાવાદના કોઠ વિસ્તારમાં હાઈવે ઉપર આવેલ ગુંદી ગામ પાસે સુમસામ રસ્તાની વચ્ચે ઉભા રાખી થોડીવાર બાદ ટ્રાવેલ્સ ત્યાંથી પસાર થઈ ત્યારે તેમણે ટ્રાવેલ્સને આંતરી ઉભી રખાવી હતી.તે સમયે ટ્રાવેલ્સમાં બેસેલા લુંટારૂઓએ તંમચો બતાવી આંગડીયાના કર્મચારીઓને ધમકાવી કરોડો રૂપિયાના હીરા અને રોકડ ભરેલી બેગોની લુંટ કરી હતી. હિરેનને લૂંટની રકમનો 10 ટકા હિસ્સો મળવાનો હતો. સુરત પોલીસ તેનો કબજો અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read